ગબ્બર ટોચ મંદિરની પ્રાચીન મૂર્તિ હટાવતા ભારે વિવાદ

અમીત પટેલ, અંબાજી
ગુજરાત ના લોકપ્રિય શક્તિપીઠ અંબાજી ની ગણના દેશભર ના 51 શક્તિપીઠો મા થાય છે આ ધામ માં અંબા નું પ્રાચીન મંદિર આવેલું છે આ મંદિર થી 3 કીમી દૂર ગબ્બર પહાડ આવેલો છે આ પહાડ ઉપર જવાના અને ઉતરવાના અલગ અલગ રસ્તાઓ આવેલા છે આ પહાડ ની પ્રદક્ષિણા કરવાથી ગબ્બર પરિક્રમા પુરી થાય છે ત્યારે આ ટોચ ઉપર માં અંબા નુ પ્રાચીન મંદિર અને પ્રાચીન મૂર્તિ આવેલી છે આજે શક્તિપીઠ ગબ્બર ખાતે સાંજે અંબાજી મંદિર તરફથી આદેશ આવતા માતાજી ની પ્રાચીન મૂર્તિ હટાવવામાં આવતા લોકો મા ભારે રોષ જોવા મળ્યો હતો
ગબ્બર ટોચ ઉપર માં અંબા ની અખંડ જ્યોત ના દર્શન કરવા દેશભર માથી માઈ ભક્તો આવે છે આજે માતાજી ની ચૌદશ હોઈ આજે સાંજે અંબાજી મંદિર તરફથી આદેશ આવતા ગબ્બર ટોચ મંદિર મા વર્ષો થી રહેલી મૂર્તિ કોઈપણ કારણ વગર હટાવતા માઈ ભક્તો મા રોષ જોવા મળ્યો હતો ,આ મૂર્તિ હટાવતા ધર્મપ્રેમી લોકોમા પણ નારાજગી જોવા મળી રહી છે ,ગબ્બર ખાતે સૂત્રો થી મળતી માહિતી પ્રમાણે નીચે ઓફિસ ઉપર મંદિર ના સાહેબ નો ફોન આવતા ગબ્બર તળેટી ખાતે ફરજ બજાવતા ક્લાર્ક તાત્કાલીક ગબ્બર ટોચ ઉપર આવી માતાજી ની મૂર્તિ તાત્કાલીક હટાવી લીધી હતી ,જયારે આ બાબતે તેમને પૂછતાં જણાવ્યું હતું કે ગાંધીનગર થી કોઈ વીઆઈપી આવતા હોઈ આ મૂર્તિ હટાવવામાં આવી છે કાલે બપોર બાદ ફરી આ મૂર્તિ લગાવી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું
વીઆઈપી ની સરભરા માટે મૂર્તિ હટાવાઈ —
અંબાજી માતાજી ની પ્રાચીન મૂર્તિ હટાવી ને કરાવેલો નિર્ણય વિવાદાસ્પદ બની ગયો છે ,આ બાબતે કોઈ કેમેરા સામે બોલવા તૈયાર નથી પણ આજે માતાજી ની ચૌદશ હોઈ આજે ગબ્બર માતાજી મંદિર મા માતાજી ની પ્રાચીન મૂર્તિ આજે હટાવી દેવાઈ છે ,ગબ્બર ખાતે ચાલતી ચર્ચા મુજબ ગુરુવારે વીઆઈપી આવતા હોઈ આ મૂર્તિ હટાવી દેવાનો મૌખિક આદેશ કરાયો છે ,આ બાબત થી માઈ ભક્તો મા ભારે નારાજગી જોવા મળી રહી છે ,મંદિર ટ્રસ્ટ માને છે મૂર્તિ મુકેલી છે તો હટાવી તો અખંડ જ્યોત પણ મુકેલી જ છે ,આમ આવા વિવાદિત નિર્ણય થી માઈ ભક્તો મા ભારે નારાજ જોવા મળી રહ્યા છે
આજે માતાજી ની પૂનમ ,ગબ્બર મંદિર મા માતાજી ની મૂર્તિ જ હટાવી લેવાઈ
ગુરુવારે માતાજી ની પુનમ છે જે મહિના મા માત્ર એકવાર આવે છે આ દિવસે માતાજી ના ભક્તો દર્શન કરવા આવતા હોય છે ત્યારે આજે ગબ્બર ના પ્રાચીન મંદિર મા જ માતાજી ની મૂર્તિ જ દેવસ્થાન ટ્રસ્ટ તરફથી વીઆઈપી ની સરભરા માટે હટાવી લીધી છે આ બાબતે કોઈ કેમેરા સામે બોલવા તૈયાર નથી