જિલ્લા હોમગાર્ડ કચેરીના ઉપક્રમે વૃક્ષારોપણ-રક્ષાબંધનના કાર્યક્રમો યોજાયા

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
અરવલ્લી જિલ્લા કમાન્ડન્ટશ્રી ડી.ડી. પટેલ તથા નાયબ જિલ્લા કમાન્ડન્ટશ્રી જે. સી .ઝાલાના માર્ગદર્શન હેઠળ મોડાસા હોમગાર્ડ દ્વારા વૃક્ષારોપણ તેમજ રક્ષાબંધનનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે દરેક હોમગાર્ડ સભ્યને ઘરે-ખેતરમાં એક વૃક્ષ ઉછેરવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી તેમજ વૃક્ષારોપણ માટે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અરવલ્લી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર દિનની ઉજવણી મોડાસા ખાતે યોજવામાં આવતા તેમાં અરવલ્લી જિલ્લા હોમગાર્ડ તરફથી પુરુષ તથા મહિલા પ્લાટુન ફાળવવામાં આવ્યા હતા.