લાયન્સ ક્લબ ઓફ વિરમગામ ખાતે કેન્સર જાગૃતિ સેમિનાર

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ
લાયન્સ કલબ ઓફ વિરમગામની આઈ હોસ્પિટલ હોલ ખાતે, કેન્સર જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સાલ હોસ્પિટલના સિનિયર કેન્સર સર્જન ડો. કિન્નરભાઈ શાહ, ડૉ. જાગૃતિ પટેલ, ડૉ. ચિરાગ સહિતની ટીમ હાજર રહ્યાહતા. લાયન્સ ડિસ્ટ્રીક્ટમાથી બાળ કેન્સર વિષય સંભાળતા રૂપાબેન શાહ ખાસ ઉપસ્થિત રહ્યાહતા. પૂર્વ ડીસ્ટ્રીકટ ગવર્નર લાયન સેવંતીલાલ વોરા લાયન સભ્યો, ભૂતપૂર્વ પ્રમુખો, ઝોન ચેરમેન, પ્રોજેક્ટના ચેરમેન અલ્તાફભાઇ પટેલ સહીતના લોકો હાજર રહ્યા હતા. કેન્સરના પ્રાથમિક લક્ષણો કેવા હોય, થાય તો શું કરવું અને કેવી રીતે એ મટે, તે માટેનું સુંદર માર્ગદર્શન ડોકટરો દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું.
લાયન પ્રમુખ હરિવંશ શુક્લએ એમના સ્વાગત પ્રવચનમાં, લાયન્સ હોસ્પિટલ આવનારા દિવસોમાં ” કેન્સર ડીટેેકશન સેન્ટર” બનશે, અને આ મહારોગનો સામનો કરવામાં લાયન્સ કલબ દર્દીઓની સાથે જ હશે એવી ખાતરી આપી હતી. સ્વ.સુશીલાબેન રામજીભાઈ પટેલ ટ્રસ્ટ ( જેના ટ્રસ્ટી હિતેશભાઈ પરીખ અને યોગેશભાઈ કંસારા છે ) તેમજ લાઈફ ઇનસ્યુરન્સ કોર્પોરેશન અને બીજા ઘણા બધા દાતાઓના સાથ અને સહકારથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કેન્સર જાગૃતિ અભિયાન અંતર્ગત, છેલ્લા ૭ દિવસમાં ત્રિપદા ગુરૂકુલમ, ઇન્ડિયન પબ્લિક સ્કુલ અને આસ્થા સ્કુલ ખાતે કેન્સર થીમ આધારિત ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું , જેના વિજેતા બાલ વિદ્યાર્થીઓ ને ઈનામ વિતરણ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું.