ભરચોમાસે પીવાના પાણી માટે વલખા મારતા દાંતાના રતનપુર ગામના લોકો..

અમિત પટેલ . અંબાજી
જી હા આ સમસ્યા છે રતનપુર ગામની કે જયા ભર ચોમાસે ગામ લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે જો કે પાણીની આ સમસ્યા આજ કાલની નથી પણ છેલ્લા કેટલાય મહીનાથી છે તોય રતનપુર ગ્રામપંચાયતના સરપંચ કે તલાટીના પેટનુ પાણી હલતુ નથી .
સરમજનક વાત એ છે કે ચોમાસુ હોવા છતા ચાલુ વરસાદ હોય તોય ગામની મહિલાઓને પાણી માટે રઝળપાટ કરીને ખેતરોમાં જઇને પીવાનુ પાણી લાવવું પડે છે. આપ જોઈ શકો છો કે પાણી ના નળ તો છે પણ ફકત જોવાના કેમ કે પાણી તો આવતુ જ નથી આ અંગે અમારા રિપોર્ટરે જયા પાણી નથી આવતુ તે વિસ્તારની મહિલાઅોને પુછતા તેઓએ જણાવેલુ કે અમોએ મૌખિક ગ્રામપંચાયતને જણાવેલુ છે. અને ગામના સરપંચ ને વાત કરેલ તો તેઓએ જણાવેલુ કે તમારે આવી નાની નાની રજુઆતો લઇને મારા ઘરે ના આવવાનું તમારે પાણી જયાંથી લાવવું હોય તયાથી લાવો આવો જવાબ આપેલો જેથી અમારી આ સમસ્યાનુ આજદિન સુધી કોઈ હલ આવયો નથી અમારે ઘરના કામકાજ મુકી રાત હોય કે દિવસ મજબુર થઈ પાણી ભરવા દુર દુર સુધી ખેતરોમાં જઇને લાવવું પડે છે જેથી મહિલાઓઅ ગુસ્સો ઠાલવતા જણાવેલુ કે અમારી પાણીની સમસ્યા નો ઝડપી નીકાલ આવે અને રતનપુર ગ્રામપંચાયત સામે યોગ્ય કાર્યવાહી કરવામાં અાવે તેવી ઉગ્ર માંગ કરી હતી.