કડી કરણનગર રોડ પર વધુ એક મકાન મા ઘરફોડ ચોરી

કડી પંથકમાં ચોરી લૂંટ હત્યા જેવા ગુનાઓએ માઝા મૂકી છે ત્યારે સ્થાનિક પોલીસ મુક પ્રેક્ષક બની તમાશો જોઈ રહી હોય એવો ઘાટ ઘડાયો છે. કડી ખાતે કરણનગર રોડ ઉપર આવેલ ઇન્દ્રપ્રસ્થ ફ્લેટમાં ગયી રાત્રે મકાન માલિક જાસ્મીન ભાઈ મહેતા,શિલ્પા મહેતા જેઓ કડી કોર્ટ ખાતે વકીલાતની પ્રેક્ટિસ કરે છે તેઓ નવસારી ખાતે સગાં સંબંધીના ઘેર જતા ઘરફોડ ચોરો તેમના બંધ મકાનમાં હાથ ફેરો કરી ગયા હતા. સવારમાં બાજુ માં રહેતા પડોશી દ્વારા તેમના ઘર નું તાળું તૂટેલુ જોતા તાત્કાલિક કડી પોલીસ ને જાણ કરી હતી કડી પોલીસ ઘટના સ્થળે પહોંચી તસ્કરોને ઝડપી પાડવા કવાયત હાથધરી હતી.