કડી માં એસ.વી.હાઈસ્કૂલ દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી

કડી માં સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ ના એન.એસ.એસ. દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી* સમગ્ર ઉત્તર ગુજરાત આમ કડી સર્વવિદ્યાલય નું નામ શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર છે પરંતુ ફક્ત શિક્ષણ નહિ પરંતુ સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર હોવાનું સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ ના એન.એસ.એસ.ગ્રુપ દ્વારા સાબિત કરી દેવામાં આવ્યું છે.કડી સર્વ વિદ્યાલય હાઈસ્કૂલના એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના હેઠળ કડી શહેરમાં સ્વચ્છતા પખવાડિયું ઉજવવામાં આવ્યું. આ અભિયાનમાં સર્વ વિદ્યાલય હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ જુદી જુદી 15 ટીમ બનાવી શાળાના ટોઇલેટ થી લઈને સમગ્ર શાળાની સાફ સફાઈ કરવામાં આવી .આ ઉપરાંત હાઈસ્કૂલની નજીક આવેલા રેલવે સ્ટેશન તેમજ જાહેર રાજમાર્ગો ની સફાઈ કરવામાં આવી તથા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તેવા હેતુસર સ્વચ્છતા રેલીનું આયોજન કર્યું હતું.આ રેલી ને શાળાના આચાર્ય કે.એસ.પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમ માં સંસ્થાના મંત્રી ડૉ. મણીભાઈ પટેલ, હરિભાઈ વરમોરા તેમજ કડી નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર કલ્પેશભાઈ આચાર્ય જોડાયા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ.પ્રો.ઓફિસર કે.આઈ.પટેલ તેમજ કે.પી.સાદરાકર દ્વારા કરવામા આવ્યું હતું.