પોસાલીયામાં રણુજાના યાત્રીઓ માટેના ભંડારામાં સેવાધારીઓ ખેડેપગે

પ્રભુદાસપટેલ. મોટી ઇસરોલ,
દ્વારિકાધીશના અવતાર બાબા રામદેવજીના રણુજાના મહામેળામાં જતા-આવતા યાત્રાળુઓ માટે રાજસ્થાનના સિરોહી નજીક પાલી રોડ ઉપર નિઃશુલ્ક ગુજરાતી ભંડારામાં યાત્રાળુઓની સેવામાં સેવાધારીઓ ખડેપગે સેવા આપી રહયા છે.છેલ્લા બે દિવસથી યાત્રાળુઓ અવિરત પ્રવાહથી રણુજા તરફના માર્ગો ઉપર જય બાબારીના જયનાદ સાથે નાચતા-ગાતા હાથમાં નવરંગી નેજા સાથે આગળ વધી રહ્યા છે.
આ વિસ્તારમાં સળંગ 48 કલાકના વરસાદ પછી ઉઘાડ નીકળતા જ સ્થાનિક રાજસ્થાનના તેમજ બનાસકાંઠા, મધ્ય ગુજરાત આણદ અને આસપાસના ગામોનાં પદયાત્રી સંઘો તેમજ જુદા જુદા વાહનોમાં યાત્રાળુઓને પોસાલીયાના ભંડારામાં રાત્રિ નિવાસ,ચોખ્ખા ઘીની પ્રસાદ ભોજન, સવારે ચા-નાસ્તાની સેવા પોસાલીયાના યુવાનો અને ગ્રામજનો દ્વારા અપાઈ રહી છે.
શ્રી રામદેવ સેવા ટ્રસ્ટ,મોટી ઇસરોલ(ગુજરાત દ્વારા આયોજિત 19માં વર્ષના આ ભંડારો છેલ્લા ચાર વર્ષથી પોસાલીયા ખાતે હાઇવે ઉપર પોસાલીયા રામદેવ સેવા સમિતિના સેવા સહયોગ-સહકારથી ચાલી રહ્યો છે.જેનો પ્રારંભ ગયા બુધવારે પૂજ્ય રામદેવ ઉપાસક હીરાદાદાના આશિર્વચન સાથે પોસાલીયા સરપંચ રાજેન્દ્રકુમાર માલી અને આયોજક પ્રભુદાસભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો.
આ સમારોહમાં પોસાલીયાના અગ્રણી નિવૃત આચાર્ય હમીરસિંહ રાવ, નરપતસિંહ દેવડા,બીટુભાઈ શાહ,લાડુરામ માલી, જલસેવા દાતા સેવા નિવૃત્ત નાયબ તેહસીલદાર દેવારામ સેન,શાકભાજી દાતા ઉમેદજી વિસાજી ,લાઈટ ડેકોરેશન દાતા લાલિતભાઈ,સેવાધારી યુવાનો,ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને મહા આરતી અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.