ઈડર એપીએમસી માર્કેટ પાછળ શ્રાવણીયો જુગાર રમતાં છ ઈસમો ઝડપાયા

રીપોર્ટ : કુલદીપ ભાટીયા ઈડર
પોલીસ અધીક્ષક સાબરકાંઠા ચૈતન્ય રવિન્દ્ર મંડલીક એ સાબરકાંઠા જીલ્લામાં શ્રાવણ માસમાં જુગારની બદીને નેસ્તનાબુદ કરવા સુચના આપેલી છે જે સંદર્ભે ઇડરવિભાગના ડી.વાય.એસ.પી. ડી.એમ.ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ ઇડર પો.ઇન્સ અેમ.અેમ.સોલંકી તથા પોલીસ સ્ટાફ ના માણસો આ દિશામાં સખત વોચ તથા પેટ્રોલીંગ રાખી રહે છે
જે આજે ઇડર પો.સ્ટે ના પો.કોન્સ.નિકુલસિંહ મહેન્દ્ન સિંહ ને મળેલ બાતમી કે એ.પી.એમ.સી.પાછળ ખુલ્લામાં કેટલાંક ઇસમો જુગાર રમે છે.જે બાતમી આધારે તે જગ્યાએ રેઇડ કરતાં (૧) દિલીપભાઇ સવસિહ ભીલ રહે ધાનેરા (૨) જુગાભાઇ સેવાભાઇ વાદી રહે ઇડર (૩) કિરણભાઇ સંવાજી આદિવાસી રહે ઇડર રેલવે સ્ટેશન (૪) વાલારામ નેથાજી ભીલ (૫) હસમુખભાઇ રમેશભાઇ આદિવાસી રહે ઇડર (૬) પોપટ લક્ષ્મણજી ઠાકોર રહે જાસ્કા વડનગર અે જાહેરમાં ગંજી પાના માંગ પત્તાનો જુગાર રમી રમાડતાં હોય અને રોકડ રૂપિયા-૧૪,૫૫૦બતથા ગંજીપાના મળી અને કુલ રૂ.૧૪,૫૫૦ ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલા હતા તે તમામ વિરૂધ્ધ જુગાધારા કલમ-૧૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ ઈડર પી.આઈ. અેમ.અેમ.સોલંકી અે હાથ ધરી હતી.