ડુઘરવાડામાં નિવૃત ફૌજીના વરદહસ્તે ધ્વજવંદન કાર્યક્રમ

ડુઘરવાડામાં નિવૃત ફૌજીના વરદહસ્તે ધ્વજવંદન કાર્યક્રમ
Spread the love

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ડુઘરવાડા કેળવણી મંડળ સંચાલિત શ્રી આર એસ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રીમતિ એમ. કે. કડકિયા વિદ્યાલય ડુઘરવાડા હાઇસ્કુલમાં નિવૃત્ત આર્મીમેન ડાહ્યાભાઈ વણકર તથા પ્રાથમિક શાળા માં કરશનભાઈ બારોટ તથા ડુઘરવાડા ગ્રામ પંચાયતના સ્થળ પર અનિલભાઈ વણકરના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું તેમજ દેશની રક્ષા કરી વતનમાં પરત આવેલ તથા હાલ ફરજ પર હોય એવા ગામના તમામ ફૌજી મિત્રો નુ ડુઘરવાડા ગ્રામ પંચાયત દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માં ઉપસ્થિત  સરપંચ શ્રીમતિ ગીતાબેન ભરવાડ ડે. સરપંચ શ્રી હર્ષદભાઇ પટેલ કારોબારી સભ્યો તથા ડુઘરવાડા કેળવણી મંડળના પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ મંત્રી શ્રી અમૃતભાઇ તથા કારોબારી સભ્યો તથા આચાર્ય શ્રી ચેતનભાઇ તથા શાળા પરીવાર તથા ગામમાંથી પધારેલા વડીલો યુવાનો  મહેમાનો અને પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષિકા બહેનો તથા હાઇસ્કુલ તથા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી મિત્રો સૌ એ સાથે મળી સ્વાતંત્ર પર્વ ની ઉજવણી કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!