ઊંચી ઉપજ આપતાં સેમિનિસ ટોમેટો ‘વિરાંગ’ મેગા ફિલ્ડ ઇવેન્ટમાં પ્રદર્શિત કરાયું

ઊંચી ઉપજ આપતાં સેમિનિસ ટોમેટો ‘વિરાંગ’ મેગા ફિલ્ડ ઇવેન્ટમાં પ્રદર્શિત કરાયું
Spread the love

અમદાવાદ,

અમદાવાદના ધોળકા જિલ્લામાં યોજાયેલા મેગા ફાર્મર્સ મીટમાં સેમિનિસે પોતાની ઉચ્ચ ઉપજ આપતા ટોમેટો હાઇબ્રિડ ‘વિરાંગ’ ની સાથે-સાથે ‘અંસલ’, ‘આર્યમાન’ અને ‘કૌસ્તુભ’ ને પ્રદર્શિત કર્યાં હતા. સેમિનિસ હાઇબ્રિડ્‌સના લાભો જોવા માટે આ કાર્યક્રમમાં ૨૦૦ થી વધુ પ્રગતિશીલ ખેડૂતો, નર્સરી ઉત્પાદકો, રિટેઇલર્સ અને ટ્રેડ પાર્ટનર્સે ભાગ લીધો હતો.

અમદાવાદના ધોળકા જિલ્લાના ખેડૂતો હંમેશાથી ઊંચી ઉપજ આપતાં સેમિનિસ હાઇબ્રિડ સીડ્‌સને પ્રધાન્ય આપતાં આવ્યાં છે. આ કાર્યક્રમમાં ખેડૂતોની પસંદગીના હાઇબ્રિડ વિરાંગને પ્રદર્શિત કરાયું હતું. ખેડૂતોમાં વિરાંગ લોકપ્રિય હોવાનું કારણ તેનું સારું ફળ અને એકરૂપતા છે તથા તે ટોમેટા લીફ કર્લ વાયરસ (્‌ર્ઙ્મષ્ઠv) ની સામે ઉંચું પ્રતિરોધણ ધરાવે છે. હાઇબ્રિડ લાંબી આવરદા ધરાવે છે, જે લાંબા અંતરના પરિવહન માટે આદર્શ છે. વિરાંગ ઉપરાંત સેમિનિસ ટીમે ખેડૂતોની પસંદગીના હાઇબ્રિડ્‌સ અંસલ, કૌસ્તુભ અને આર્યમાનને પણ પ્રદર્શિત કર્યાં હતા, જે ગાઢ રંગ, ફળના કદ, મજબૂતાઇ અને રોગ પ્રતિરોધણ માટે જાણીતા છે.

સેમિનિસના રિજનલ સેલ્સ મેનેજર મનોજ કુમાર રાઠોડે જણાવ્યું હતું કે, “ખેડૂતોને હાઇબ્રિડ સીડ્‌સના લાભો દર્શાવવા તથા તેમની સાથે વ્યક્તિગત રીતે જોડાવા માટે અમે ફીડ્‌લડ ડે અને ફાર્મર મીટનું આયોજન કરીએ છીએ. સેમિનિસ ખાતે અમે ખેડૂતોની જરૂરિયાતોને સારી રીતે સમજવા માટે હંમેશા પ્રયત્નશીલ છીએ. નિયમિત સંપર્કથી અમે ઉચ્ચ ગુણવત્તાયુક્ત બિયારણો વિકસાવવા સક્ષમ બન્યાં છીએ, જે ભૌગોલિક પરિસ્થિતિઓને અનુરૂપ હોય અને ખેડૂતોને તેમની જમીન ઉપર વધુ ઉત્પાદન કરવા માટે સક્ષમ બનાવશે.

સેમિનિસ હાઇબ્રિડ્‌સ ધોળખાના ખેડૂતો વચ્ચે હંમેશાથી ટોચની પસંદગી રહ્યું છે કારણકે ખેડૂતોએ તેનાથી ઉંચું વળતર મેળવ્યું છે.” અમદાવાદના ધોળકા જિલ્લાના ખેડૂત વિજયભાઇ જયંતિભાઇએ જણાવ્યું હતું કે, “છેલ્લાં કેટલાંક વર્ષોમાં સેમિનિસ હાઇબ્રિડ્‌સનો ઉપયોગ કરીને અમે ઉત્તમ ઉત્પાદન હાંસલ કરીને હું ખુશ છું. સેમિનિસ હાઇબ્રિડ સીડ્‌સે ઉંચી ઉપજ અને એકરૂપતા ડિલિવર કરી છે. આ ઉપરાંત સમિનિસ ટીમ અમને સ્પેસીંગ, ક્રોપ મેનેજમેન્ટ, પેસ્ટ એન્ડ ડિસિઝ મેનેજમેન્ટ પ્રેક્ટિસ જેવી અર્ગોનોમિક્સ પ્રેક્ટિસ બાબતે પણ શિક્ષિણ આપે છે. આનાથી ગુણવત્તાયુક્ત ઉત્પાદન હાંસલ કરવામાં ઘણો લાભ થયો છે.”

ખેતી અને પાક વ્યવસ્થાપન સંબંધિત કોઇપણ સહયોગ મેળવવા ખેડૂતો ટોલ-ફ્રી નંબર સેમિનિસ ગુરુકુલમ (૧૮૦૦-૩૦૦૦-૦૩૦૩) ઉપર સંપર્ક કરી શકે છે. આ ટોલ-ફ્રી નંબર સવારે ૭ થી રાત્રે ૯ વાગ્યા સુધી સક્રિય હોય છે અને તાલીમબદ્ધ સર્વિસ એક્ઝિક્યુટિવ્સ દ્વારા તેનું સંચાલન થાય છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!