દિયોદરના ચીભડા ગોગા મહારાજના ધામે નાગપંચમીની ભવ્ય ઉજવણી

શામળ નાઈ, દિયોદર
શ્રાવણ માસની કૃષ્ણ પંચમી નાગપંચમી તરીકે ઓળખાય છે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નાગ દર્શનનું પણ વિશેષ મહત્વ હોય છે. કેટલીક જગ્યાએ ખાસ કરીને ગુજરાતમાં શ્રાવણ માસની કૃષ્ણ પંચમીએ પણ નાગપંચમી ઉજવવામાં આવે છે. આ દિવસે પૂજામાં સફેદ ફૂલ મૂકવામાં આવે છે. આપણા દેશમાં વ્યાપેલી ધાર્મિક આસ્થાના આધાર પર લિંગ, સાપ, અગ્નિ, સૂર્ય આદિનું ખૂબ મહત્વ છે. નાગપૂજાની પરંપરા પણ આજ સુધી ચાલી રહી છે અને ભારતીય સંસ્કૃતિમાં આનુ વિશેષ મહત્વ છે. આ દિવસે નાગના દર્શનને શુભ માનવામાં આવે છે.
એવુ કહેવાય છે કે આપણી ધરતી શેષનાગના ફેણ પર ટકેલી છે અને જ્યારે ધરતી પર પાપ વધી જાય છે ત્યારે શેષનાગ પોતાની ફેણને સમેટી લે છે જેથી ધરતી હલે છે. આ જ વિચાર જન માણસ પર વધુ શ્રધ્ધાવત બનીને નાગની પૂજાને બાધ્ય કરે છે. આપણા દેશમાં દરેક સ્થાન પર પૂજા અર્ચના થતી હોય છે ત્યારે દિયોદર તાલુકાના ચિભડા ગામે આવેલ ગોગા મહારાજના મંદિરે નાગ પંચમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી માં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પણ આ મંદિરે દર્શનનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા અને ગોગા મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા અને પ્રસાદ નો પણ લાભ લીધો હતો.