નંદાસણ પોલીસની હદમાં આવતા સરસાવ ગામથી વિદેશી દારૂ ઝડપાયો

કડી તાલુકાના અને નંદાસણ પોલીસની હદમાં આવતા સરસાવ ગામમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને પોલીસને થાપ આપી એક આરોપી ફરાર મહેસાણા જિલ્લામાં દારૂ જુગાર બદીઓ ને ડામવા ઉચ્ચઅધિકારીઓની સૂચનાને પગલે નંદાસણ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે વખતે સરસાવ ગામના નજીક બાતમી મળી હતી કે સરસાવ ગામમાં રણજીતજી ભીખાજી સાઢાના રહેણાંક મકાનની બાજુના વાડામાં ભારતીય બનાવટી ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડેલ છે તેવી હકીકત મળતા નંદાસણ પોલીસ પોલીસ ત્યાં પહોંચતા આરોપીના કબજા ભોગવટાવાળી રહેણાંક મકાનની આગળ ભેંસોની ગમાણમાં અન્ડર ગ્રાઉન્ડ હોજમાં બિન પરમિટ વાળો ભારતીય બનાવટી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ:-૬૩૬ અંકે રૂપિયા ૮૧,૧૦૦ નો જથ્થો નંદાસણ પોલીસે ઝડપી પાડ્યો હતો અને આરોપીને શોધવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.