પાનોલી GIDCમા આવેલ બેડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા કામદારને પગાર નહિ ચૂકવતા આત્મહત્યાની ચીમકી

અંકલેશ્વર અને પાનોલી જી.આઈ.ડી.સીમા કેટલીક કંપનીઓ કામદારો સાથે અન્યાય કરી હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ બેડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતા કીમ ચોકડી પાસે રહેતા સુરેશ સાગર લગ્ન કરવા માટે ૧૦ દિવસની રજા લઈ બહાર ગયો હતો જે કંપનીમાં પરત જતા કંપનીના સત્તાધીશોએ તેને છૂટો કરી દીધો હોવાનું જણાવી તેની હકાલપટ્ટી કરી હતી કામદારે કંપનીના માલિક પાસે બાકીનો પગાર માંગતા માલિક દ્વારા તેને અવરજવર પગાર માટે ધક્કા ખવડાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કર્યા છે જો કંપની બાકીનો પગાર નહી આપે તો તેણે આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી છે.