લોકનિકેતન વિનયમંદિર લવાણામાં સંસ્કૃત દિવસની ઉજવણી

શામળ નાઈ, દિયોદર
લોકનિકેતન રતનપુર સંચાલિત લોકનિકેતન વિનયમંદિર લવાણામાં સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના ધોરણ:-૯ થી ૧૨માં અભ્યાસ કરતા બાળકો પૈકીના ૫૦ થી વધુ બાળકોએ દેવ ભાષા સંસ્કૃત દિવસની ઉજવણીમાં ભાગ લઈ સંસ્કૃત ભાષાનું મહત્વ, વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાની સ્થિતિ, અભ્યાસક્રમ આધારિત શ્લોક ગાન, સંસ્કૃત સુભાષિતો વગેરે બાળકો એ રજૂ કરી વૈદિક ભાષા સંસ્કૃત દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ માજીરાણા દિપકભાઈ અને રાંટોતર કિરણભાઈએ કર્યું હતું. કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્યશ્રી દિલીપસિંહ સોઢા સાહેબે સંસ્કૃત ભાષામાં શ્લોક ગાન કરી તેનું મહત્વ બાળકોને સમજાવ્યું હતું……