રાજગોળ નવાઘરાગ્રામ પંચાયતમાં ખાસ ગ્રામસભા યોજાઈ

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાની રાજગોળ નવાઘરા ગ્રામ પંચાયત માં સરકાર શ્રી દ્વારા ખાસ ગ્રામ સભા નુ આયોજન હતુ જેના ભાગ રૂપે ગ્રામસભા યોજાઈ જેમાં રીલાયન્સ ફાઉન્ડેશન ના ઇનાયલ પઠાણ હાજર રહી ને જળ સંરક્ષણ વિશે વિસ્તુત માહીતી આપી હતી.ગામ નુ પાણી વહી જતુ કેવી રીતે સંગ્રહિત થાય.તે હિરવે બજાર ના પોપટ રામના ઉદાહરણ થી સમજ આપી હતી..તેમજ દિવસે દિવસે પ્લાસ્ટીક નો વપરાશ ખુબ વધી રહયો છે.ત્યારે ગ્રાપંચાયત દ્વાર લોકોના સહકારથી કેવી રીતે ઘટાડી શકાય તે માટે વાત મુકી હતી..અને વધુ માં ગ્રાપંચાયત વધુ સારી બનાવવી હોય તો સમગ્ર ગામે પહેલ કરવી પડે મકાનની આકારણી જે ભુતકાળ થી ચાલુ છે તેનો યોગ્ય ફેરફાર થાય.
સમય અને મોંઘવારી સાથે બદલાય એ જરુરી છે. ગ્રામજનો તરફથી તાજેતરમાં સમગ્ર અરવલ્લી અને મેઘરજ તાલુકામાં વરસાદ ના આંકડા જોઇએ તો ખુબ છે પરતું વાસ્તવિક રીતે રાજગોળ નવાઘરા અને અનેક ગામો માં આજે તળાવ ના તળિયા કોરા છે.હવે તળાવો વરસાદ થી ભરાઈ રહેશે.? કે કેમ..નહી તો પાણી નો પોકાર ઉઠ છે .તે માટે સરકાર અત્યાર થી આ વિસ્તાર ના પાણી માટે નોંધ લે તે માટે રજુઆત મુકી હતી.આવનારા દિવસોમાં રાજગોળ નવાઘરા વિસ્તાર માં વોટર બજેટ વિષે પ્લાનિંગ મીટીંગ સ્પેશીયલ યોજવા વાત મૂકી હતી. આ સમગ્ર કાયઁકમ નુ સફળ સંચાલક તલાટી કમ મંત્રી કૌશીક ભગોરા પંચાયત સરપંચ શ્રીમતિ દક્ષાબેન ભગોરા દ્વારા કરવામાં આવ્યું હતુ.