કડીમાં છેલ્લા સોમવારે યવતેશ્વર મહાદેવની નગરયાત્રા નીકળી

પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારના રોજ કડીમાં આવેલ ઐતિહાસિક યવતેશ્વર મહાદેવના મંદિરની દરવર્ષની માફક આ વર્ષે પણ નગરયાત્રા નીકળી હતી.આ નગરયાત્રામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત કડી નગરપાલિકના પ્રમુખ શારદાબેન પટેલ, ઉપ પ્રમુખ નિલેશ નાયક,શંકરલાલ કેલા, વિશ્વ હિન્દુ પરિષદના કડી પ્રમુખ ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત કોર્પોટરો, શિવ ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા.