મહેસાણામાં કોંગ્રેસને મોટો ફટકો, 8 કોર્પોરેટરની બીજેપીમાં એન્ટ્રી

મહેસાણામાં કોંગ્રેસને મોટો ફટકો, 8 કોર્પોરેટરની બીજેપીમાં એન્ટ્રી
Spread the love

અપુર્વ રાવળ,

મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસના કોર્પોરેટરોનો આંતરિક વિવાદ આખરે બહાર આવ્યો છે. મહેસાણા પાલિકામાં કોંગ્રેસના 8 કોર્પોરેટર સોમવારે ભાજપનો કેસરિયો ખેશ ધારણ કરી લીધો છે. આમ, કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકામાં ભંગાણ પડ્યું છે.

મહેસાણામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મહેસાણા નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી ચાલતો આંતરિક વિખવાદ હવે બહાર આવ્યો છે. મહેસાણા કોંગ્રેસના 8 કોર્પોરેટર આજે ભાજપમાં જોડાયા છે. નગરપાલિકા પ્રમુખ સહિત 7 સભ્યો ગાંધીનગર જવા રવાના થયા છે. તેઓ સોમવારે બપોરે 3 વાગે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો.

મહત્વનુ છે કે, મહેસાણા નગરપાલિકામાં 44 સભ્યોમાં કોંગ્રેસના 29 અને ભાજપના કુલ 15 સભ્યો હતા. જેમાં 8 સભ્યો ભાજપમાં આવતા ભાજપના કુલ 23 સભ્યો બનશે. જેથી વિસનગર નગરપાલિકા બાદ હવે મહેસાણા નગરપાલિકા પણ ભાજપની બનશે. 8 સભ્યોમાં પાલિકા પ્રમુખ સહિત પાટીદાર કોર્પોરેટરનો સમાવેશ થાય છે. નગર પાલિકા પ્રમુખ સહિત આ તમામ કોર્પોરેટર આંતરિક જૂથવાદથી ત્રસ્ત હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!