મહેસાણા જિલ્લામાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરાઇ

મહેસાણા
હોકીની રમતમાં ઓલિમ્પિકમાં દેશને સતત ત્રણવાર ગોલ્ડ મેડલ અપવાનાર મેજર ધ્યાનચંદના જન્મદિવસ ૨૯ ઓગષ્ટે દેશભરમાં રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ સ્વાસ્થ પ્રત્યે જનજાગૃતિ કેળવવા નવી દિલ્હી ખાતેથી આજે “ફીટ ઇન્ડિ્યા મુવમેન્ટ” નો શુભારંભ કરાવ્યો હતો..જે અંતર્ગત મહેસણા ટાઉનહોલ ખાતે રમતવીરોનું સન્માન અને ફીટ ઇન્ડિયાના શપથ લેવડાવ્યા હતા.
વ્યાયામ થી તંદુરસ્તી વધે છે, જીવન નિરામય બને છે, દીર્ઘાયુતા મળે છે અને સુખી થવાય છે.મહેસાણા જિલ્લા પોલીસ હેડ ક્વાટર્સ ખાતે વિવિધ રમતો યોજીને ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાભરની શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, યુવા મંડળો, રમતગમત મંડળો, સ્વામી વિવેકાનંદ મંડળો, નહેરૂ યુવા કેન્દ્ર, ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટસ સંકુલ, નાગરિકોએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીમાં જિલ્લા કલેકટરશ્રી એચ.કે.પટેલે જણાવ્યું હતું કે રમતગમતને જીવનમાં સ્થાન આપી સ્વસ્થ પરિવાર, સ્વચ્છ સમાજના વડાપ્રધાનશ્રીના સંકલ્પને પરિપૂર્ણ કરવા જણાવ્યું હતું. સ્વસ્થ, ભારત અભિયાનની જેમ “ફીટ ઇન્ડિયા મુવમેન્ટ ” ને જીવનનો હિસ્સો બનાવી પોતે, પરિવાર સહિત મિત્રોને તંદુરસ્ત રહેવા સંકલ્પબધ્ધ બનવા તેમણે અનુરોધ કર્યો હતો. આ અવસરે “ફીટ ઇન્ડિયા મુવમેન્ટ” અંતર્ગત સૌએ શપથ લીધા હતા.
મહેસાણા જિલ્લામાં એથ્લેટીક્સ, વોલીબોલ, કબડ્ડી, ખો-ખો, ફુટબોલ, હોકી, રસ્સા ખેંચ, જમ્પરોપ, યોગાસન, પરંપરાગત રમતો, સાહસિક પ્રવૃત્તિઓ, લોકનૃત્ય, કલાસિકલ નૃત્ય, સાયકલીંગ, મેરેથોન જેવી સ્પર્ધાઓના આયોજન દ્વારા રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદી દ્વારા પ્રારંભ કરવામાં આવેલ “ફીટ ઇન્ડિીયા મુવમેન્ટ ” કાર્યક્રમના જીવંત પ્રસારણનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટાઉનહોલ ખાતે રમતમાં વિજેતા ખેલાડીઓને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, ભારતીય હૉકીના લેજન્ડરી પ્લેયર મેજર ધ્યાનચંદ તેમની મહેનત અને કૌશલ્યના કારણે આ મુકામ હાંસલ કરી શક્યા હતા. આજના યુવાનોએ શારિરીક સ્વાસ્થ્ય અંગે જાગૃત થવાની જરૂર છે. સુપોષિત આહાર અને શારિરીક મહેનતના સમન્વયથી સ્વસ્થતા કેળવી રમતગમત ક્ષેત્રની સાથે સાથે દેશના સર્વાંગી વિકાસમાં મહત્વનું યોગદાન આપવાનું છે. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રી કાળથી શરૂ કરેલા ખેલ મહાકુંભના સફળ આયોજન અને અમલીકરણ થકી યુવાઓને રમતગમત ક્ષેત્રે વિકાસ સાધવા પ્રોત્સાહિત કર્યા હતા. અને હવે દેશના દરેક નાગરીક ફિટ ઈન્ડિયા મુવમેન્ટમાં જોડાઈ સામૂહિક સ્વાસ્થ્યની નવી પરિભાષા આપશે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.વાય.દક્ષિણીએ ફિટ ઈન્ડિયા મુવમેન્ટથી યુવાઓની સાથે સાથે સમાજના તમામ વયજુથના લોકો તેમના રોજીંદા જીવનમાં ખેલકુદને સ્થાન આપી સ્વાસ્થ્ય અંગે જાગૃત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી કરશનભાઇ સોલંકી,નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ સહિત જિલ્લાના અધિકારીઓ,ખેલાડીઓ,પ્રબુધ્ધ નાગરિકો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા