ભાવનગર શિશુવિહાર સંસ્થા દ્વારા અતુલ્ય ભારત ચિત્ર સ્પર્ધા

ભાવનગર શિશુવિહાર સંસ્થા દ્વારા અતુલ્ય ભારત ચિત્ર સ્પર્ધા
Spread the love
ભાવનગર શિશુવિહારના સ્થાપક સભ્ય હીરાબહેન માનભાઈ ભટ્ટ તથા અંજન ભરતભાઈ પંડ્યા ની પુણ્ય સ્મુતિમાં તા.૧. સપ્ટેમ્બરે શિશુવિહાર સંસ્થામા  અતુલ્ય ભારત વિષયે ચિત્ર સ્પર્ધા યોજાય હતી. આ કાર્યક્રમમા ધોરણ ૧.થી ૪. ૫.થી ૮. તેમજ ૯. થી ૧૨.અને ૧૨.થી ઉપરના ૧૭૦ વિદ્યાર્થિ  ભાઈઓ બહેનો એ ભાગ લીધો હતો.છેલ્લા ૬. વર્ષ થી સાતત્યપુર્ણ રીતે યોજાતા સજૅકતા કાર્યક્રમ અંતઞૅત ભારત ની સાંસ્કૃતિક અને ભાવનાત્મક વિશાળતાને  વ્યકત કરવા ઉત્તમ ચિત્રોને પંસદ કરી શિશુવિહાર વર્ષ ૨૦૨૦- ૨૧ નુ કેલેન્ડર તૈયાર કરી ચિત્રકારની તસ્વીર, નામ સાથે પ્રકાશિત કરાનાર છે. આ કાર્યક્રમ સ્વ.ખોડીદાસ પરમાર કલા વૃંદના સંવાહક શ્રી અશોકભાઈ પટેલ તથા શ્રીરમેશભાઈ ગોહિલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.આ સ્પર્ધામા ઉત્તમ દેખાવ  કરનાર ૧૨ વિધાર્થીને તા.૭  સપ્ટેમ્બરે પુરસ્કૃત કરવામાં આવશે.
Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!