ઈડર હાઈવેને મળતા ડીપ પર પાણીનો પ્રવાહ વધતા મુડેટી ગામ સંપર્ક વિહોણુ

રીપોર્ટ : કુલદીપ ભાટીયા ઈડર
રાજ્ય સરકારને વષોૅથી પુલ બનાવવાની દરખાસ્ત મોકલિ છે પણ સરકારે અભેરાઈ અે ચડાવિ છે
મુડેટી ગામે રાજ્ય સરકારનો અેસ.આર.પી.કેમ્પ આવેલો છે તો પોલીસને પણ કયા રસ્તે નિકળવુ પણ મોટો સવાલ છે
મુડેટી ગામે જતા બધા રસ્તા બંધ
રવિવારે સવારે પડેલા ભારે વરસાદ ને લઇ મુડેટી ગામને જોડતા તમામ સ્લેબ પર મોટી માત્રામાં પાણી ની આવક થઈ હતી.જેને લઈને મુડેટીથી ગોરલ જતો રસ્તો બંધ થઈ ગયો હતો. મુડેટીથી મલાસા જતો રસ્તો બંધ થઈ ગયો હતો. મૂળેટી થી ઈડર ભિલોડા આવતો હાઇવે રોડ પર આવતા સ્લેબ પર પાણી ફરીવળતા મૂડેટી વાસીઓ માટે તમામ રસ્તા બંધ થઇ ગયા હતા. મુડેટી ગામમા રાજ્ય સરકાર નો અેસ.આર.પી.કેમ્પ આવેલ હોય પોલીસ વિભાગ ને બહાર કયા રસ્તે નિકળવુ અે પણ મોટો સવાલ છે .
સરકાર વહેલી તકે જાગી પુલ બનાવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. અહીંથી અસંખ્ય વાહનો રાત દિવસ પસાર થાય છે. પણ ચોમાસા માં મુડેટી ગામની ચારે દિસાઓ માં રોડ પર ડિપ જ આવેલા હોય એકપણ બાજુએ પુલ ન હોવાથી વરસાદ મા પાણી આવવાથી બહાર નિકળવુ મુશ્કેલ બની જાય છે તેમજ કોઈ બિમાર થાય તો હોસ્પિટલ કયાથી જવુ અે પણ અેક મોટો સવાલ છે.
આજે અહિ પાણીનો પ્રવાહ વધી જતા મુડેટી ગામનો રોડ સંપકૅ વિહોણુ થઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અને વરસાદ રોકાયા બાદ મુડેટી ગામના ડેપ્યુટી સરપંચ દિનેશભાઈ દેસાઈ સ્થળ પર હાજર રહિ જેસીબીની મદદથી ગરનાળા સાફ કરાવી રસ્તો ચાલુ કરાવ્યો હતો. અહિથી અસંખ્ય વાહનો, તેમજ ગુજરાત સરકારની બસો ,બહાર ગામ સ્કુલે જતા વિધાથીૅઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે .
સત્વરે રાજ્ય સરકાર જાગે ,ધારાસભ્ય ધ્યાન આપે અને પુલ બનાવે તેવી મુડેટી ગ્રામજનો તેમજ મુડેટી ગામની આજુબાજુ વસતા ટ્રાયબલ આદિવાસીઓની માગ રહે છે. આદિવાસી વસ્તીના કારણે આ વિસ્તારનો સરકાર દ્વારા કોઈ વિકાસ કરાયો લાગતો નથી. સરકાર દ્વારા આજુબાજુના વિસ્તાર ના લોકો માટે પાયાનો પ્રશ્ન પુલનું નિર્માણ થાય તેવુ ઈચ્છે છે સરકાર તેના પર ધ્યાન આપી વહેલામાં વહેલી તકે પુલ બનાવે તેવી આ વિસ્તારમાં લોકોની માંગ ઉઠવા પામી છે.