ઇશ્વરપુરા કંમ્પા પાસેના નાળીયામાંથી લાશ મળી

રીપોર્ટ : કુલદીપ ભાટીયા ઈડર
ઇડર તાલુકામાં આવેલા ઇશ્વરપુરા કમ્પા માં રહીને ખેતી કામ કરતા એક વ્યક્તિ 1 સપ્ટેમ્બરે વહેલી સવારે દૂધ ભરાવા ગયેલ ત્યાંથી પરત ન ફરતા ઘરવાળાઓએ તપાસ કરતાં નદીનાં નાળિયા જોડે પડેલા મળતા ચોરીવાડ સી.એસ.સી. માં લઇ ગયેલ ત્યાં હાજર ડોક્ટર દ્વારા મૃત જાહેર કરતા આ અંગેની પોલીસને જાણ કરાઇ હતી .
પોલીસ સૂત્રોથી મળતી માહિતી અનુસાર ઇશ્વરપુરા કમ્પા માં રહેતા સંગ્રામભાઈ ખરાડી ઉં. વર્ષ 50 રવિવારે 1 સપ્ટેમ્બરના રોજ સવારે 6:00 દૂધ ભરાવા સારું ઈશ્વર પુરાકંપા થી નીકળી પંચવટી કંપા ગયેલ .પરંતુ તેઓ 7.00 વાગ્યા સુધી ઘરે પરત ન આવતાં શોધખોળ કરવા તેમની પત્ની બચુુબેન, મમતાબેન,અમરાજી નીકળ્યા હતા. ત્યારે ઈશ્વર પુરાકંપા ના નદીનાળા વચ્ચે નદીના કિનારે બેભાન હાલતમાં સંગ્રામભાઈ પડેલા મળ્યા હતા.
તેઓને તાત્કાલિક ચોરીવાડ સી.એચ.સી. ખાતે લઇ ગયેલ પરંતુ સ્થળ પરનાં ડોક્ટર દ્વારા તેઓને મૃત જાહેર કરાયા હતા. તેમના પત્ની બચુબેન દ્વારા પોલીસને જાણ કરાઇ હતી. જો કે મૃત્યુ કયા કારણસર થયું તે હજી સુધી જાણી શકાયું નથી. પોલીસ દ્વારા પી.એમ.કરી આગળની વધુ મુડેટી ઓ.પી.જમાદાર વિષ્ણુસિંહ અે તપાસ હાથ ધરી છે .લોકવાયકા દ્વારા નદીમાં તણાઈ જવાના સમાચાર ફરતા થયા હતા. પરંતુ નદીમાં ૧૧ વાગ્યા બાદ પાણી આવ્યું હોય મરણનું કારણ અકબંધ રહ્યું છે