હળવદ એપીએમસીના વેપારીઓ ટીડીએસના વિરોધમાં અચોક્કસ મુદ્દતથી હડતાલ પર

હળવદ એપીએમસીના વેપારીઓ ટીડીએસના વિરોધમાં અચોક્કસ મુદ્દતથી હડતાલ પર
Spread the love

ઝાલાવાડમાં સૌથી મોટું ગણાતું પીઠામા ૧ કરોડથી વધારે ટર્નઓવર પર બે ટકા ટીડીએસ સરકારના નિયમના વિરોધમાં આજથી સૌરાષ્ટ્રના યાર્ડના સમર્થનમાં હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ જોડાયા છે અને અચોક્કસ મુદ્દતથી હળતાલ પર ઉતરી ગયા છે જોકે એપીએમસી દ્વારા યાર્ડ ખુલ્લું જ રાખવામાં આવશે. હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ સરકારના એક કરોડથી વધારે ટર્નઓવર પર બે ટકાનો ટીડીએસ નાખવામાં આવતા આજથી અચોક્કસ મુદ્દતથી હડતાલ પર ઉતરી ગયા છે અને યાર્ડની હરરાજી ભાગ નહીં લેવાનું જણાવ્યું હતું.

સમગ્ર સૌરાષ્ટ્રમાં અચોક્કસ મુદ્દતથી વેપારીઓ હડતાલ પર ઉતરી અને સરકારના નિયમનો વિરોધ કર્યો છે જેમાં વેપારીઓ પર એક કરોડના ટર્નઓવર પર ટીડીએસ નાખતા  તારીખ પહેલીથી જ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે અને ખેડુતોના કોઈ પણ જણસની હરરાજીમા ભાગ નહીં લેવાનું વેપારીઓએ કહ્યું હતું.જ્યારે આ અંગે હળવદ એપીએમસી દ્વારા માર્કેટિંગ યાર્ડ ચાલુ જ રહેશે તેવું જણાવ્યું હતું.

Avatar

Admin

Right Click Disabled!