કડીમાં અખિલ વિશ્વકર્મા યુવા સંઘ-ગુજરાત પ્રદેશ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ

કડી શહેરમાં આવેલા ચંપાબેન રતીલાલ પટેલ ટાઉનહોલ ખાતે રવિવારના રોજ અખિલ વિશ્વકર્મા યુવાસંઘ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ નો સરસ્વતી સન્માન સમારોહ યોજાયી ગયો. રવિવારના રોજ યોજાયેલા સન્માન સમારોહની શરૂઆત પ્રાર્થના ગીત થી કરવામા આવી હતી ત્યારે બાદ સમાજના શ્રેષ્ઠીઓએ સમારોહ ને અનુકૂળ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.વિશ્વકર્મા સમાજના બાલમંદિર થી સ્નાતક કક્ષાના બાળકોને ઇનામ વિતરણ સમારોહ સમાજના આગેવાનો તેમજ અતિથિઓ દ્વારા આવ્યો હતો.સમારોહમાં ચંદ્રવદનભાઈ મિસ્ત્રી-ડીસા , વિનોદભાઈ પટેલ – ચેરમેન કડી એપીએમસી,ભરતભાઇ પટેલ – વાઇસ ચેરમેન કડી એપીએમસી, રાજુભાઇ પટેલ – એમ.ડી. કડી નાગરીક બેન્ક, હીનાબેન ખમાર – પ્રમુખ લાયન્સ કલબ કડી અને મોટી સંખ્યામા વિશ્વકર્મા સમાજના લોકો હાજર રહયા હતા. હર્ષદભાઈ ગજ્જર (ખોડલ મ્યુઝિકલ સ્ટુડિયો), પ્રવીણભાઈ મિસ્ત્રી,તરુણ ગજ્જર અને ડી.સી.ગજ્જર દ્વારા સમારોહ ને સફળ બનાવવા અથાગ મહેનત કરવામાં આવી હતી.