હળવદમા ભારતીય યુવા શક્તિ સંગઠનના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ

વડાપ્રધાનને આમંત્રણ ગુજરાતના કાર્યક્રમો દરમિયાન માદરે વતન પધારવા પુર્વ પંચાયત મંત્રીએ આપ્યું નિમંત્રણ
હળવદમા આઝાદીના 75 વર્ષ તથા મહાત્મા ગાંધીજીની 150મી અને સરદાર પટેલની 145મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય યુવા શક્તિ સંગઠન દ્વારા વિવિધ અભિયાનો, રમતોત્સવ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક પ્રતિસ્પર્ધીને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવાના કાર્યક્રમમાં ભારતીય યુવા શક્તિ સંગઠન પ્રમુખે આમંત્રણ આપ્યું હતું તેને ધ્યાનમાં લઈ પૂર્વ પંચાયત મંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને માદરે વતન પધારવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ભારતીય યુવા શક્તિ સંગઠન દ્વારા રાષ્ટ્રીય પર્વ દેશની આઝાદી 75 વષૅ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજયંતિ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મ જયંતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો વિવિધ સ્પર્ધાઓ ભવ્ય ઉજવણી થયેલ. ભારતીય યુવા શક્તિ સંગઠનના પ્રમુખ નયન પટેલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું છે તેને ધ્યાનમાં લઈ પૂર્વ પંચાયત મંત્રી ગુજરાતના જયંતિભાઈ કવાડિયા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને માદરે વતન પધારવા આમંત્રણ આપેલ છે.
પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસ દરમિયાન હળવદ પધારવા માટે ભારતીય યુવા શક્તિ સંગઠન દ્વારા આપવામાં આવ્યું હોવાનું હળવદ તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ રંજનીભાઈ સંઘાણીએ જણાવ્યું છે ત્યારે વડાપ્રધાનના આગમનને લઈને ભારતીય જનતા પાર્ટી શહેર, ગ્રામ્ય, જીલ્લા સંગઠન કાર્યક્રમની ભાવી યોજના પણ ઘડી છે.