ચિકાર બીટમાં લાકડા ચૌર વિરપ્પનો દ્વારા સાગી તસ્કરીનો પ્રયાસ

વન વિભાગ પાસે થી મળતી માહિતી મુજબ ગત રોજ વઘઇ તાલુકામાં સમાવિષ્ટ ચીચીનાગાંવઠા રેંજ વિસ્તાર માં ચિકાર બીટ ના કંપારમેન્ટ નંબર ૨૦૮ માં સાગી લાકડા ચોરી કરવાનો મનસુબો રાખી ને લાકડા ચોર વિરપ્પનો એ વન વિભાગ ના ફરજ પર ત્રણ વોચમેન નો બંધક બનાવી સાગી લાકડા ચોરી ને અંજામ આપી રહયા હોવાની ધટના બનાવ ની જાણ દક્ષિણ ડાંગ વન વિભાગ ના નાયબ વન રક્ષક દિનેશ રબારી ને મળી હતી જે બાતમી ના આધારે ચીચીનાંગવઠા અને વઘઇ રેંજ ના વન કર્મીઓ તેમજ વઘઇ પોલીસ દ્વારા ચીકાર બીટ ના જંગલ વિસ્તાર માં તપાસ આરંભી હતી.
જે તપાસ દરમિયાન જંગલ વિસ્તાર માં સાગ ના તોતીંગ વુક્ષો કાપેલી હાલત માં મળી આવ્યા હતા જયારે આ લાકડા ચોરી ને અંજામ આપતા લાકડા ચૌર વિરપ્પનો વન વિભાગ ના હાથે ઝડપાઇ જવાની બીક ના કારણે લાકડા ચૌર વિરપ્પનો નાસી છુટવા માં સફળ રહયા હતા જયારે વન વિભાગ ની રેસ્કયુ ટીમે લાકડા ચૌર વિરપ્પનો એ બંધક બનાવેલ વનકર્મીઓને તેમના ચુંગલ માથી મુકત કરાવ્યા બાદ ચીકાર કંપામેન્ટ નં ૨૦૮ જંગલ વિસ્તાર તપાસી લેતા જુદી જુદી જગ્યાએ સાગી વુક્ષો કાપેલી હાલત માં મળી આવ્યા હતા જેમા સાગી ખુટ ૦૩ નંગ ૦૯ ધન મીટર ૦૯૩૪ જેની બજાર કિંમત ૬૫૩૮૦ નો કબજો મેળવી લાકડા ચોરી ને અંજામ આપનાર આરોપીઓ ને ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ મુજબ નો ૨૬/૧ એફ ગુનો નોંધી ઝડપી પાડવા માટે ના વન વિભાગે ચક્રો ગતિમાન કર્યા છે.
લાકડા ચોરી ના ગુના માં ભાગી છુટેલા આરોપીઓ નામ
(1) શુક્રર મનસુ પવાર
(2) અશ્વિન વિક્રમ પવાર
(3) વિક્રમ મનસુ પવાર
(4) સોનુ મનસુ પવાર
(5) ફુલચંદ મનસુ પવાર
(6) ગોમા મનસુ પવાર