ભરૂચનું ગૌરવ : દીપ ઠક્કર

ભરૂચ ઝાડેશ્વર ખાતે રેહતો ૧૧ વર્ષીય દીપ ઠક્કર મોડેલિંગ ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ મિ.જુનિયર એવોર્ડ હાંસલ કરેલ છે જેઓએ અગાઉ ભરૂચના મિરેકલ બિટ્સ ડાન્સ એકેડમી માં જતા દીપ ઠક્કર ને રાષ્ટ્રીય કક્ષાએ બેસ્ટ ડાન્સરનો એવોર્ડ પણ મળેલ છે તે ઉપરાંત તેને ૨ વર્ષમાં ૧૫ કરતા પણ વધુ એવૉર્ડ પ્રાપ્ત કરેલ છે તે બદલ દીપ ઠક્કર તથા તેમના માતાશ્રી-પિતાશ્રી ને ભરૂચ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા એ અભિનંદન પાઠવ્યા. અને આવનારા સમયમાં દીપ ઠકકર આંતરરાષ્ટ્રીય એવૉર્ડ પ્રાપ્ત કરી ભરૂચ નું નામ રોશન કરે એવી શુભકામનાઓ આપી.