દાંતા તાલુકામાં મિડિયા પર ખોટો કેસ કરી કરવામાં આવી એટ્રોસિટી

અમિત પટેલ, અંબાજી
આજે આપણે વાત કરીએ દાંતા તાલુકાના કોસા ગામની તો કોસા ગામના તલાટી સમય પર હાજર નાં રહેતા એવા સમાચાર રિપોર્ટર સાજન ઠાકોરને મળતા સાજન ઠાકોર કોસા ગામની મુલાકાત લેતા કોસા ગામના તલાટી સમય પર હાજર નાં રહેતા સાજન ઠાકોર દ્વારા મિડિયામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું ત્યારે તલાટીનુ ઉપરાણું લઈને કોસા ગામના સરપંચ દ્વારા વીસથી પચ્ચીસ માણસો દ્વારા સાજન ઠાકોર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમના ઉપર ખોટો કેસ કરી એટ્રોસિટી કરવામાં આવી હતી.
જ્યારે જગતમાં મિડિયા અધિકારીઓની પોલ ખૂલ્લી કરે છે ત્યારે મિડિયાને દબાવવાના પ્રયત્નો કરવામાં આવે અને મિડિયા ઉપર હુમલાઓ કરવામાં આવે છે MP.UP જેવા રાજ્યોમાં મિડિયા માટે સરકારે કાયદા ઘડવામાં આવ્યા છે ત્યારે ગુજરાત સરકાર કેમ કાયદા નથી ઘડતી શુ ગુજરાત સરકારની પોલ મિડિયા ખુલ્લી કરી દે તે માટે સરકાર મિડિયા માટે કાયદા નથી ઘડતી શુ ગુજરાત સરકાર મિડિયા ની રક્ષા માટે સરકાર કોઈ કાયદો ઘડશે કે પછી મિડિયા પર હત્યા ચાર થતાં રહશે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર મિડિયા ઉપર થતાં હુમલાઓ અને મિડિયા ઉપર થતાં અન્યાય રોકવામાં આવે તેવી જગતના મિડિયાની માંગ ઉઠવા પામી છે