અંબાજીમાં મેળામાં પહેલીવાર વિક્લાંગો માટે ખાસ વ્યવસ્થા

અમિત પટેલ, અબાજી
આજ થી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ રહ્યો છે. જે 14 સપ્ટેમ્બર સુધી ચાલનાર છે. આ મહામેળાને લઇ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રિકો માટે અંબાજી બસ સ્ટેશનથી લઈ મંદિરના શક્તિદ્વાર સુધી વોટરપ્રુફ ડોમ બનાવી તેમાં જ રેલિંગની વ્યવસ્થા કરાઇ છે. તો આ વર્ષે પહેલીવાર વિકલાંગ વ્યક્તિને તેમજ તેની સાથે રહેલા પરિવારને મંદિર સુધી લાવવા લઈ જવાની વ્યવસ્થા વિનામૂલ્યે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરાઇ છે. આ વખતે નવું પાર્કિંગ બનાવાયું છે, દાંતાથી જે વાહનો અંબાજીમાં પ્રવેશ થાય તે અંબાજી સિવિલમાં વાહનો પાર્ક કરશે. બેઠકમાં કેટલાક તીખા સવાલો વહીવટી તંત્રને કરાયા હતા. જેના અધિકારીઓ જવાબ આપી શક્યા નહોતા વર્ષોથી યાત્રિકોની સંખ્યા ચોક્કસ આંકડામાં બતાવાય છે, જેને લઇ સવાલ ઉઠતાં યાત્રિકો ગણવાની પદ્ધતિ કઈ છે તેનો ઠોસ જવાબ તંત્ર દ્વારા અપાયો ન હતો. ઉપરાંત, પ્રસાદમાં વેપારીઓ દ્વારા વધુ પૈસા લેવાતા હોવાની રજૂઆત કરાઇ હતી.