અમરેલીના વડીયાનું ગૌરવ

આપણા વડીયા ના બ્રહ્મ ગૌરવ અને ગોંડલ તાલુકાની પાટીદડ ગામની શ્રી. એસ. ટી .ઢોલ હાઇસ્કુલ ના મદદનીશ શિક્ષક તરીકે સેવા કરતા શ્રીમાન ગૌરાંગ કુમાર રવિન્દ્ર કુમાર ત્રિવેદી ને 5 સપ્ટેમ્બર 2019 ‘શિક્ષક દિન’ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી રાજકોટ દ્વારા જિલ્લા કક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક” એનાયત કરવામાં આવ્યો. શ્રીમાન ત્રિવેદી ગૌરાંગભાઈ પાટીદડ કક્ષાએ સુંદર શિક્ષણ કાર્ય કરી રહ્યા છે. ભાષા શિક્ષણ ,સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ ,વૃક્ષ સંવર્ધન અને રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં તેઓએ કરેલું કાર્ય બિરદાવીને આ પારિતોષિક ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા ના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.આ તકે વડીયા બ્રહ્મ સમાજ તેમજ વડિયા ની જનતા ખૂબ ગર્વ ની લાગણી અનુભવે છે.
તસવીર રાજુભાઈ કારીયા
રિપોર્ટ રસિક વેગડા
મોટીકુકાવાવ