છેલ્લા ત્રીસ વર્ષથી માઇ ભક્તો ની સેવા કરતો શ્રી અંબાજી પદયાત્રી કેમ્પ

અમિત પટેલ, અંબાજી
ગુજરાત લોકપ્રિય શક્તિપીઠ અંબાજી દેશભરમાં જાણીતું શક્તિપીઠ છે ભાદરવા સુદ આઠમ થી પૂનમ સુધી અંબાજી શક્તિપીઠ માં ભાદરવી મહાકુંભ ચાલે છે આ પર્વમાં લાખો પદયાત્રીઓ અંબાજી તરફ આવે છે ત્યારે આ મહામેળા મા માઇ ભક્તો માટે વિવિધ સેવા કેમ્પો લાગે છે ત્યારે છેલ્લા ત્રીસ વર્ષથી અંબાજી થી દાંતા ગામ વચ્ચે રપટ પાસે કલોલ કપિલેશ્ચર મહાદેવ મંદિર તરફથી આ સેવા કેમ્પ માઈ ભક્તો ની ભારે સેવા કેમ્પ કરે છે આ કેમ્પ સવારે 7 વાગ્યા થી લઇ રાત્રી ના 3 વાગ્યા સુધી ચાલુ રહે છે અને ભક્તો ને મિષ્ઠાંન સાથે પેટ ભરીને ભોજન કરાવવામાં આવે છે
આજે યુગ માં સૌથી વધારે સેવા માઇ ભક્તો ની છે ત્યારે ભાદરવી મહા કુંભ મેળા દરમિયાન અંબાજી તરફ ના વિવિધ માર્ગો ઉપર સેવા કેમ્પ યોજવામાં આવે છે અહી થી પસાર થતા માઇ ભક્તો ને ભોજન, ચા, નાસ્તો, ઠંડા પીણા સહિત ની સેવા પૂરી પાડતા કૅમ્પો ખુલી જાય છે અંબાજી થી દાંતા માર્ગ ઉપર રપટ ગામ પાસે પહાડો ની આસપાસ કુદરતી વાતાવરણ મા આ કેમ્પ છેલ્લા 30 વર્ષ થી માઇ ભક્તો ની સેવા કરી રહ્યા છે આ કેમ્પ ની આગળ ભગવાન શિવ ની મૂર્તિ લાગેલી હોય છે અને અંદર ડીજે સાથે નાચગાન ભક્તો કરી શકે તેવી વ્યવસ્થા પણ કેમ્પ તરફથી કરવામાં આવે છે, અહી ભક્તો ને દસમ થી પૂનમ સુધી શુદ્ધ દેશી ઘી માથી બનાવેલો શીરો પણ ભોજન સાથે આપવામાં આવે છે, કલોલ કપીલેશ્ચર મહાદેવ ના મહંત શ્રી પૂર્ણાનંદ ગીરી બાપુ અને તેમના સ્વયમ સેવકો અહી ખડે પગે સેવા કરે છે