મંદિર ટ્રસ્ટ બકરાની સરભરા કરી પણ નિવૃત્ત આર્મી જવાનને સન્માન આપવાનું ભૂલી ગયું

અમિત પટેલ, અંબાજી
ગુજરાતના લોકપ્રિય શક્તિપીઠ અંબાજી મંદિરમાં તાજેતરમાં જ ભાદરવી મહાકુંભ મહામેળો પૂર્ણ થયો છે આ સાત દિવસ ના મેળા મા 20 લાખ કરતા વધુ ભક્તો ગુજરાત અને અન્ય રાજ્યો માથી ચાલતા અંબાજી ધામ આવી પહોંચ્યા હતા, આ તમામ ભક્તો ને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી મફત માં રહેવાની અને જમવાની વ્યવસ્થા ટ્રસ્ટ તરફથી કરવામાં આવી હતી, બીજી તરફ અંબાજી ચાલતો આવતો બકરો પણ ખેડબ્રહ્મા પાસે બીમાર પડતા તેને જીવદયા પ્રેમીઓએ સારવાર કરાવી તેને ખેડબ્રહ્મા થી અંબાજી એસી કાર મા બેસાડી અંબાજી મંદિર ખાતે પૂનમ ના દિવસે લાવ્યા હતા ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ ના વહીવટદાર અને અધિકારીગણ તરફથી તેને વગર લાઈન દ્વારા વિશેષ દર્શન કરાવવામાં આવ્યા હતા.
બીજી તરફ અંબાજી ધામ તરફ નિવૃત્ત આર્મી જવાન છેક મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામ થી ખુલ્લા પગે હાથ મા તિરંગો લહેરાવી પુલવામા મા શહીદ થયેલા જવાનો ની આત્મા ને શાંતિ મળે તે માટે ચાર પાંચ દિવસ બાદ અંબાજી ખાતે આવે છે અને ત્યારબાદ આ નિવૃત્ત આર્મી જવાન ખુલ્લા પગે હાથ મા તિરંગો લહેરાવી ગબ્બર પર્વત ના 1000 પગથિયા ચઢીને માતાજી ના દર્શન કરે છે તો આ નિવૃત્ત જવાન ને મળવાનો કે તેને વિશેષ દર્શન કરાવવા માટે મંદિર ટ્રસ્ટ ના સતાધીશો પાસે સમય નથી.
અંબાજી મંદિર ટ્રસ્ટ દર વર્ષે લાખો રૂપિયા વીઆઇપી ની સરભરા કરવા માટે માઇ ભક્તો ના દાન મા આવેલા રૂપિયા નો બગાડ કરે છે, અંબાજી મંદિર ટ્રસ્ટ અંબાજી ના એક માત્ર બાહોશ પત્રકાર દિનેશ મહેતા દ્વારા પૂછેલા પ્રશ્નોના જવાબ પણ પ્રેસ કોન્ફરન્સ મા આપી સક્તું ન હતું આમ આ બધા વચ્ચે આ નિવૃત્ત આર્મી જવાન અંબાજી મંદિર અને ગબ્બર ખાતે માતાજી ના દર્શન કરી પરત ફર્યા હતા આ આર્મી જવાન પુલવામા મા શહીદ થયેલા તમામ જવાનો ની આત્મા ને શાંતિ મળે તે માટે યાત્રા કરવા આવ્યા હતા તેમને મહેસાણા થી અંબાજી સુધી કોઈજ સેવાકીય કેમ્પ નો લાભ લીધો નથી