પ્રક્ષાલન વિધિના દિવસે અંબાજી મંદિરમા વીઆઈપીઓ આવી ગયા, લોકોને ભારે હેરાનગતી થઇ

અમિત પટેલ, અંબાજી
ગુજરાત ના સૌથી મોટા અને મોખરાના શક્તિપીઠ અંબાજી મંદિર ના 17 સપ્ટેમ્બરના રોજ પ્રક્ષાલન વિધિ હોઈ આ વિધિમા અંબાજીની જનતા મંદિર ધોવા માટે જતી હોય છે પણ આજના દિવસે ગુજરાત ના વિવિધ વિસ્તારોના વીઆઈપીઓનો કાફલે કાફલો આવી જતા અંબાજીના લોકોને ભારે હેરાનગતિ થઇ હતી, આજે અંબાજી મંદિર બપોરના 1 થી રાત્રી ના 9 વાગે સુધી બંધ હોઈ વહેલી સવારથી જ વીઆઈપીઓના ધાડેઘાડા અંબાજી મંદિરમા આવી ગયા હતા, મંદિર ના 7 નંબર ગેટ પાસે આવા વીઆઈપીઓની ગાડીઓ આવી ગઈ હતી.
આ પ્રક્ષાલન વિધિ મર્યાદિત અને ગુપ્ત હોઈ છેલ્લા કેટલાય વર્ષો થી તેની ગુપ્તતા જળવાતી નથી આ દિવસે માત્ર વર્ષો થી આવતો સોની પરીવાર જ માતાજીના ઘરેણાં સાફ કરતો હોઈ તેમનેજ મંદિર મા પ્રવેશ અપાય છે આ સિવાય અન્યને પ્રવેશ અપાતો નથી પણ છેલ્લા કેટલાય વર્ષો થી આ વિધીમાં વીઆઈપીઓનો ત્રાસ વધી ગયો છે અને આજના દિવસે વીઆઈપીઓના ઘાડા ઘાડા આવતા મંદિર ટ્રસ્ટના અધિકારીઓ અને સિક્યુરિટી જવાનો ભારે હેરાન થયા હતા.
આજે 7 નંબર ગેટ પર સવારથી જ વીઆઈપીઓ ની ગાડીઓ પાર્ક થયેલી જોવા મળી હતી અને આ વીઆઈપીઓ ના મહેમાનો અને સગાસંબંધીઓ સવાર થીજ મંદિર મા અડિંગો જમાવી બેસી ગયા હતા આ વિધિ ગુપ્તતા ની હોઈ મંદિરના ગાદીપતિ મહારાજ અને સોની પરીવાર સિવાય કોઈ આ વિધિ મા હાજર રહી શકે નહિ તો પછી આજે આટલા બધા લોકો કઈ રીતે આવી ગયા હતા.
અમદાવાદના સોની પરીવારને ઘરેણાં સાફ કરવાનો અધિકાર વર્ષો થી આપેલો હોઈ તેવો એક પણ રૂપિયા લીધા વિના આ વિધિમા હાજરી આપવા અને માતાજીના અલંકારો સાફ કરવા અમદાવાદથી ખર્ચ કરી આવે છે અને આ સાફ સફાઈ કર્યા બાદ તેવો અંબાજી મંદિરને 13 હજારનું સોનુ દાન પેટે આપી જાય છે પણ આજના દિવસે વગર આમંત્રણે આવતા વીઆઈપીઓ મંદિરને કંઈ દાન આપતા નથી અને મંદિરની કામગીરી મા અડચણ કરે છે.
-: વીઆઈપી ક્લચર પ્રક્ષાલન વિધિ ના દિવસે બંદ રાખવું જોઈએ :-
અંબાજીની ધર્મપ્રેમી જનતાની માંગણી છે કે, પ્રક્ષાલન વિધિના દિવસે આવતા વીઆઈપીઓ ને મંદિર મા પ્રવેશ આપવો જોઈએ નહીં અને બહારથી આવતા વીઆઈપીઓને કારણે પોલીસ, મંદિર સ્ટાફ અને અંબાજીના લોકોને હેરાન થવુ પડે છે, બાકીના દિવસોમા વીઆઈપી આવે તો લોકોને હેરાનગતિ થતી નથી આમ આજના દિવસે આવેલા વીઆઈપીઓને કારણે મંદિરની કામગીરીમા મોડુ થયુ હતુ.
-: અંબાજી ના લોકોને પણ હેરાન થવું પડ્યું :-
આજે પણ વીઆઈપીઓના કારણે મંદિરમા ભારે ભીડ જોવા મળી હતી આજે અંબાજીના સ્થાનીક લોકો મંદિરમા આવતા વીઆઈપીઓના કારણે હેરાન થયેલા સિક્યુરિટી જવાનો સાત નંબર ગેટ અને નવ નંબર ગેટ ઉપર કોને પ્રવેશ આપવો અને કોને પ્રવેશ ન આપવો તે કારણે ચિંતિત હતા, આજે અંબાજીની બહેનોને પણ મંદિરની સફાઈ કરવા માટે ભારે હેરાન થવુ પડ્યું હતું.
-: વહીવટદાર અને એસ્ટેટ ઓફિસર સ્ટેન્ડ ટુ રહ્યા :-
ભાદરવી મેળા મા સુંદર કામગીરી કરી લોકો ના દિલ જીતી લેનારા એસ. જે. ચાવડા ,વહીવટદાર અંબાજી મંદિર અને એસ્ટેટ ઓફિસર અરુણ દાન ગઢવીની કામગીરી આજે પણ સુંદર રહી હતી, આજે આવેલા વીઆઈપી ને બારોબાર જવા પર અને અંદર યંત્ર ના દર્શન કરવા જતા લોકો માટે તેમને કોઈજ ભેદભાવ રાખ્યો ન હતો આમ આજની કામગીરી આ બંને અધિકારીઓ ની સારી રહી હતી.