આંતરરાષ્ટ્રીય વોટર કલર ચિત્ર પ્રદર્શનમાં જ્યોત્સના જીડિયાની કૃતિ પ્રદર્શિત થશે

ચિત્રકાર જ્યોત્સના જીડિયાનો જન્મ ૧૨ ઓક્ટોબર ૧૯૮૮ નાં રોજ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વલારડી ગામે થયો હતો.પિતાનું નામ નાથાલાલ વલ્લભભાઈ ઠોળિયા તથા માતાનું નામ હંસાબેન છે. બાળમંદિર અભ્યાસ દરમિયાન જ રમવા અને મોજમસ્તી સાથે તેમને પાટી-પેન થી ચિત્રો પણ બનાવતા હતા તેમનાં માતા દ્વારા બનાવાયેલ ચિત્રો ને બપોરના સમયે ઘરમાં બધાં આરામ કરતા હોય, ત્યારે પાટીમાં ચિત્રો દોરવાની ટેવ હતી પાટી માં ચિત્રો બનાવની ટેવ તેમને એક ખ્યાતનામ ચિત્રકારની હરોળમાં સ્થાન અપાવ્યું.
બાળમંદિર ના અભ્યાસ બાદ પ્રાથમિક શિક્ષણ જી.જી. ફોરવર્ડ શાળા અમરેલીમાં મળ્યું તે દરમિયાન જીલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘ તરફથી એવોર્ડ પ્રાપ્ત કર્યા હતા. તે સમયે તેમનાં શિક્ષકે તેમના પિતા ને મળ્યા ત્યારે કહ્યું હતું કે ‘મોરના ઈંડા ચીતરવા ના પડે’ પરંતુ તે સમયે તેમના પિતા કહ્યું હતું કે આ તો જ્યોત્સના ને કુદરતી બક્ષિસ છે, માધ્યમિક શિક્ષણ પણ જી.જી. ફોરવર્ડ હાઈસ્કૂલ અમરેલીમાં મળ્યું હતું .
જ્યારે એસએસસી બોર્ડ માં ફોરવર્ડ હાઈસ્કૂલમાં ડ્રોઈંગ વિષય ના હોય કારણે તેમણે ડ્રોઈંગ માટે કમાણી ફોરવર્ડ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો અને ડ્રોઈંગ વિષય સાથે ધો ૧૦ બોર્ડ ની પરીક્ષા પાસ કરી હતી ઉચ્ચ શિક્ષણ ધો ૧૧-૧૨ માટે ફરી જી.જી. ફોરવર્ડ હાઈસ્કૂલમાં આર્ટસમાં ડ્રોઈંગ વિષય પ્રવેશ મેળવ્યો તે દરમિયાન પણ જીલ્લા કક્ષાની અનેક ચિત્ર સ્પર્ધાઓમાં ભાગ લીધેલો અને જીલ્લા કક્ષાએ પોતાનું માતા-પિતા તથા શાળાનું નામ રોશન કરેલ દરેક સ્પધૉ માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવાનું હંમેશા ઝંખના રહેતી.તે દરમિયાન ધો. ૧૨ માં કલા શિક્ષક સંઘ દ્વારા આયોજિત ચિત્ર સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત મેળવ્યું હતું.
આ સાથે તેમણે ધો ૧૨ બોર્ડ ની પરીક્ષા ડ્રોઈંગ વિષય સાથે ઉર્તીણ થયાં હતાં ત્યારબાદ સુરેન્દ્રનગર જીલ્લા વઢવાણની શ્રીમતિ એન.એમ. શાહ ફાઈન આર્ટ કોલેજ (એ.ટી.ડી) માં વર્ષ ૨૦૦૯ થી ૨ વર્ષ અભ્યાસ કર્યો હતો. તથા એપ્લાઈડ આર્ટ માં ૫ વર્ષે અભ્યાસ કર્યો હતો આ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માંથી બી.એ તથા એમ.એ નો અભ્યાસ કર્યો હતો કોલેજ સમય દરમિયાન લલિતકલા અકાદમીમાં વર્ષ ૨૦૦૯ થી વર્ષ ૨૦૧૫ સુધીમાં વર્ષોમાં ભાગ લીધો હતો.તે દરમિયાન ધણાં પોસ્ટરો લલિતકલા માં સિલેક્ટ થયા હતા ૨૦૧૩ માં ફાઈન આર્ટ પૂર્ણ કર્યા બાદ અમદાવાદમાં ગ્રાફિક્સ શીખી ઈલેસ્ટેશન આર્ટિસ્ટ તરીકે વી. રામાનુજ સ્ટુડિયોમાં બે વર્ષ સુધી કામ કર્યું હતું.
ત્યારબાદ Schoolslens solutions Pvt Ltd માં 2D આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું હતું તથા વર્ષ ૨૦૧૫ માં ઓફિસ વર્કની સાથે લલિતકલા અકાદમીના ૫૫ માં પ્રદર્શનમાં પણ ભાગ લીધેલ અને તેમની કૃતિ (સ્વચ્છ ભારત) ઝળહળી ઊઠી હતી. જેમાં તેમને લલિતકલા અકાદમી દ્વારા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો તથા કોલેજ કાળ દરમિયાન પણ અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા હતા અને અનેક સ્પર્ધાઓમાં તેમની કૃતિઓ પ્રદર્શિત થઇ હતી વર્ષ ૨૦૧૬ માં સંજય જીડિયા સાથે તેમના લગ્ન થયા છે તે કચ્છ કલેકટર કચેરીમાં નોકરી કરતા હોવાનાં કારણે ભુજ ખાતે જ્યોત્સના જીડિયા સ્થાયી થયા છે.લગ્ન બાદ પણ પતિનાં સહકારથી આર્ટ ની જર્ની આગળ ચાલું રાખી હતી.
તેમના પતિએ પણ ફાઈન આર્ટ નો અભ્યાસ કર્યો હતો પરંતુ નોકરીના કારણે તેવો આર્ટ માં આગળ વધી ના શક્યા,પરંતુ તેમની પત્નીને આર્ટ માં આગળ લઇ જવા માટે તમામ મદદ કરે છે અને જ્યોત્સના જીડિયા એ કચ્છ આર્ટ ગ્રુપમાં પણ જોડાયેલ છે તથા અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધેલ છે અને કચ્છમાં પણ પોતાની નામના મેળવી છે વર્ષ ૨૦૧૯ માં ડિસેમ્બર મહિનામાં તા. ૮ થી ૧૧ તારીખના રોજ દિલ્હી ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય વોટર કલર ચિત્ર પ્રદર્શનમાં સમગ્ર વિશ્વના ૫૫ દેશોનો કલાકારો ભાગ લેશે.
તેમાં ભારત દેશના ૨૭૦ કલાકારોનો સમાવેશ છે.ગુજરાતમાંથી ૧૯ ચિત્રકારોની કૃતિઓ પસંદ થઇ શકી છે. તેમાં કચ્છના ૪ ચિત્રકારો પૈકી જ્યોત્સના જીડિયાની કચ્છનાં આહિર સમાજની સ્ત્રીનાં પહેરવેશ વાળી કૃતિ પસંદ પામી છે. બાળપણમાં પાટીમાં ચિત્રો દોરવાની ટેવ એ આજે જ્યોત્સના જીડિયા ને આંતરરાષ્ટ્રીય આર્ટીસ્ટ બનાવ્યા છે જે નારી સમાજ માટે ગુજરાત નું ગૌરવ છે……
સંકલન: અજય શિયાળ-રાજુલા
