કેશોદની મહીલાઓએ દુષિત પાણી પ્રશ્ને નગરપાલિકા પ્રમુખને કરી રજુઆત 

કેશોદની મહીલાઓએ દુષિત પાણી પ્રશ્ને નગરપાલિકા પ્રમુખને કરી રજુઆત 
Spread the love
લાંબો સમયથી ગટર ઉભરાતી હોય જે ગટરનું દુષિત પાણી વિતરણ કરવામાં આવતા વોર્ડ નંબર એકની મહીલાઓએ કેશોદ શહેર કોંગ્રેસ લઘુમતી મહિલા સેલ નાં પ્રમુખ સલમા શાહમદાર નાં નેતૃત્વમાં દુષિત પાણીની બોટલો સાથે નગરપાલિકા પ્રમુખ યોગેશ સાવલિયા ને લેખીતમાં રજુઆત કરી હતી.
કેશોદ શહેરી વિસ્તારના મોવાણા દરવાજા પાસે આવેલ પ્લોટ વિસ્તાર વોર્ડ નંબર એકમાં લાંબો સમયથી ગટર ઉભરાતી હોય જે બાબતે સ્થાનિક રહેવાસીઓમાં રોષ ફેલાયો હતો તેમજ ઉભરાતી ગટરનું દુષિત પાણીનુ વિતરણ કરવામાં આવતા દુષીત અને દુર્ગધયુકત પાણીથી પરેશાન થયેલ વોર્ડ નંબર એકની મહીલાઓએ નગરપાલિકા પ્રમુખને દુષીત પાણીની બોટલો સાથે લેખિતમાં રજુઆત કરી માંગણી કરી હતી કે ઉભરાતી ગટરો તથા દુષિત પાણીના પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગણી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર એક એ નગરપાલિકા પ્રમુખનો વોર્ડ હોય જ્યાં ગટર ઉભરાવાના કારણે રાહદારીઓ વાહનચાલકો શાળાએ જતા બાળકો ભારે હાલાકી ભોગવી રહ્યા હોય તેમજ વોર્ડ નંબર એકમાં સફાઈ કામદારો પણ સફાઈ માટે આવતા ન હોય તેમજ ગટરનું દુષિત પાણીનુ વિતરણ કરવામાં આવતુ હોય જે બાબતે વોર્ડ નંબર એકના રહેવાસીઓમાં નગરપાલિકા તંત્ર સામે ફીટકાર વરસાવી રહયાછે વોર્ડ નંબર એકની મહીલાઓની રજૂઆત બાબતે નગરપાલિકા પ્રમુખે એક બે દિવસમાં પ્રશ્ન હલ થઈ જાશે તેવુ આશ્વાસન આપતા વોર્ડ નંબર એકના પ્રશ્નોનુ નિરાકરણ આવશે કે કેમ તે જોવાનુ રહ્યું…..
Admin

Admin

9909969099
Right Click Disabled!