હિંમતનગર સીટી ટ્રાફિક પોલીસ ધ્વારા વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાથી થતા ફાયદાની સમજ આપી

રીપોર્ટ : કુલદીપ ભાટીયા ઈડર
સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય મંડલિક સાહેબની સુચના આધારે આજ રોજ મોતીપુરા બાયપાસ પર psi એ.ડી.પરમાર તથા સીટી ટ્રાફિક હિંમતનગર સ્ટાફ દ્વારા ટ્રાફિક ચેકીંગ કરવામાં આવેલ. અને સીટી ટ્રાફિક હિંમતનગર ના psi સહિત સ્ટાફ કર્મચારીઓ હેલ્મેટ પહેરીને વાહન ચાલકો ને હેલ્મેટ પહેરવાથી થતા ફાયદાની સમજણ આપી અને જે વાહન ચાલકો એ સ્વયં શિસ્ત બતાવી ટ્રાફિક નિયમ નું પાલન કરી હેલ્મેટ પહેરેલ હતું તેવા વાહન ચાલક ને શુભેચ્છા રૂપે એક ગુલાબ નું ફુલ આપવામાં આવેલ. અને ટ્રાફિક પોલીસ દ્વારા વિનંતી કરી વાહન ચાલકો પાસે થી ખાત્રી લેવામાં આવેલ કે પોતે હંમેશા હેલ્મેટ પહેરશે અને પોતાના પરિવારજનો તથા પોતાના મિત્રો ને પણ હેલ્મેટ પહેરવા સમજાવશે. હેલ્મેટ પહેરવા થી પોતાનું તથા પોતાના પરિવાર નું કલ્યાણ થશે અને અકસ્માત માંથી તથા દંડ માંથી મુક્તિ મળશે. “ટ્રાફિક નિયમો નું પાલન કરી પોતાનું જીવન સલામત બનાવવા સીટી ટ્રાફિક પોલીસે સમજ આપી