આચાર્ચ સંઘમાં હાહાકાર, શાળાના પ્રિન્સિપાલ જ પાકીટ ચોરતાં સીસીટીવીમાં કેદ

ગાંધીનગર,
ગત તા. ૧૦-૦૯-૧૯ના રોજ ગાંધીનગરમાં આચાર્ય સંઘની બેઠક યોજાઇ હતી. ગાંધીનગર આચાર્ય સંઘના પ્રમુખ પ્રદીપસિંહ આભાર વિધિ કરવા ઉભા થતા તેમનુ પાકીટ ખિસ્સામાંથી સોફા પર પડી ગયુ હતુ, અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પાકીટ ચોરાઇ ગયાની ખબર પડતા તેમણે સીસીટીવી ફૂટેજ ચેક કરાવ્યા હતા. સીસીટીવી ફૂટેજ ચેક કરાવતા પ્રિન્સિપાલનો ભાંડો ફૂટી ગયો હતો. સીસીટીવી ફૂટેજમાં બાજુમાં બેઠેલા સા.કાં. જિલ્લાના સાથી આચાર્ય પાકીટ લઇ ખોલીને તેમાં વધુ પૈસા હોવાનુ જણાતા કોઇ જાતુ નથી તેની ચકાસણી કરી થેલીમાં મૂકતા જાવા મળ્યા હતા. આ ફૂટેજને તેમણે અન્ય આચાર્યોને મોકલી વાત કરતાં પાકીટ લઇ જનાર સારસ્વતે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. પરંતુ ફૂટેજ બતાવ્યા બાદ તેઓ સંકજામાં આવ્યા હતા અને પાકીટમાં રહેલા સાડા ચાર હજાર જેટલા રૂપિયા વાપરી કાઢ્યા હોવાનું જણાવ્યું હતું. ઘટનાને પગલે જિલ્લાના આચાર્ય સંઘમાં પણ ખળભળાટ મચી ગયો છે.