દાંતા તાલુકા પંચાયતમા એટીડીઓ નરેશ ચૌધરીની પાલનપુર ખાતે બદલી થતા વિદાય સભારંભ

ગુજરાત ના લોકપ્રિય શક્તિપીઠ અંબાજીથી 20 કિમિ દૂર આવેલા દાંતા મથકમા તાલુકા પંચાયત ઓફિસ આવેલી છે આ ઓફિસ મા ત્રણ વર્ષ જેટલા સમયમા એટીડીઓની કામગીરી કરતા નરેશ ભાઈ ચૌધરીની સમય મર્યાદા બાદ બદલી થઇ હતી આમ દાંતા તાલુકા પંચાયત ભવનમા આ માયાળુ, મિલન સાર અને હસમુખા એવા નરેશભાઈ ની બદલી પાલનપુર ખાતે થતા તેમનો સત્કાર સભારંભ અને વિદાય કાર્યક્રમ યોજાયો હતો.
તેમના સત્કાર કાર્યક્રમ મા મોટી સંખ્યામા શુભેચ્છકો અને મિત્રો સાથે સરકારી અધિકારીઓ હાજર રહી તેમને શુભકામના પાઠવી હતી, તાલુકા પંચાયત ના વિકાસ લક્ષી કામોમા નરેશ ભાઈ નું યોગદાન વિશેષ રહ્યું હતું આ સિવાય તાલુકાના વિવિધ પ્રશ્નો અને તેના નિરાકરણ માટે ના તેમના પ્રયાસો ને આ તાલુકો હરહંમેશ યાદ રાખશે આ સિવાય અંબાજી ગ્રામ પંચાયતમા પણ તેમને સેક્રેટરી તરીકે સેવા પણ આપી હતી. ભાદરવી મેળા અને તાલુકા પંચાયતની પ્લોટ હરાજી થી લઇ તમામ કામો તેમને સુંદર અને આગવી સૂઝ થી કરેલા હોઈ આ તાલુકામા તેમની ખોટ સાલશે.
અમિત પટેલ, અંબાજી