અંબાજી મંદિરમા આસો નવરાત્રીનો પ્રારંભ , ગબ્બર નવદુર્ગા મંદિરમા ઝવેરા વિધિ યોજાઈ

ગુજરાતના સૌથી મોટા અને 51 શક્તિપીઠ મા અનેરું મહત્વ ધરાવતું માં અંબાનું પ્રાચીન અને પૌરાણીક સ્થાનક અંબાજી ગુજરાત અને રાજસ્થાન સીમા ઉપર કોટેશ્વર નદી પાસે વસેલું છે આ ધામ અરાવલીના પહાડો ઉપર વસેલું જગત જનની માં અંબાનું સ્થાનક છે આ મંદિર માતાજીના માનસરોવર પાસે આવેલું મંદિર છે આ મંદિર ઉપર 358 સુવર્ણ કળશ લાગેલા છે સાથે આ મંદિરનો 80 ફૂટ સુધીનો ભાગ સોનાથી મઢેલો હોઈ આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે આખા ભારત મા જાણીતુ છે. આ મંદિર મા સાત સમુન્દર પારથી પણ માતાજી ના ભક્તો નવરાત્રી મા દર્શન કરવા ખાસ આવે છે રવિવાર થી આસો નવરાત્રી નો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે અંબાજી મંદિરમા સવારે 9 વાગે ઘટ સ્થાપના કરવામા આવશે અને નવ દિવસ અંબાજી મંદિર મા નવરાત્રી પર્વ ધામધૂમ થી ઉજવાશે આજે અંબાજી થી ત્રણ કિમિ દૂર આવેલા નવદુર્ગા માતાજી ની ગાદી ઉપર ઝવેરા વિધિ યોજાઈ હતી
આજે અંબાજી માતાજી નું પ્રાચીન અને પૌરાણિક સ્થાનક એટલે ગબ્બર ગઢ નું મહત્વ ઘણું વિશેષ છે અહીં ચાલતા જવાના 1000 પગથિયાં છે અને ઉતરવાના 765 પગથીયા આવેલા છે આ પહાડ ની પ્રદક્ષીણા કરવાથી મનોકામના પુરી થાય છે ગબ્બર ચાલતા જવાના રસ્તા ઉપર નવદુર્ગા માં ની ગાદી આવેલી છે અહીં છેલ્લા 150 વર્ષ થી ઝવેરા વિધિ નવરાત્રી ના એક દિવસ અગાઉ થાય છે આ વિધિ મા 5 નદી નું જળ લાવી શાસ્ત્રોક્ત વિધિ વિધાન થી પૂજન કરવામાં આવ્યું હતું આ વિધિ સૂર્ય આથમ્યા બાદ થાય છે આ વિધિ બાદ માતાજી ને ફ્રૂટ નો ભોગ ધરાવવામાં આવ્યો હતો અને માતાજી ની આરતી પણ કરવામાં આવી હતી.
નવદુર્ગા મંદિર મા એક સાથે નવ દેવીના દર્શન થાય છે અને ભક્તો અહીં દર્શન કરતા તેમને માતાજી ને મળવાનો આનંદ થાય તેવી અનુભૂતિ થાય છે આ મંદિર ના મહંત બડે બાપુ છેલ્લા 60 વર્ષ થી ઘટ સ્થાપના અને ઝવેરા વિધિ કરે છે આ પહેલા તેમના માતા ” મૈયા ” અહીં માતાજી ની પૂજા અર્ચના કરતા હતા આ મંદિર મા નવરાત્રી ના નવ દિવસ માતાજી ને ભોગ ધરાવવામાં આવશે સાથે પૂજા અર્ચના પણ કરવામાં આવશે આ સ્થાનક પાસે માતાજી નો ઝૂલો આવેલો હોઈ આ જગ્યા પવિત્ર જગ્યા તરીકે ઓળખાય છે આ ઝવેરા આઠમ ના દિવસે હવન મા આહુતિ
અંબાજી મંદિર આસો નવરાત્રી દર્શન સમય ફેરફાર
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આસો નવરાત્રી ને લઇ દર્શન સમય મા કરાયો ફેરફાર ,29 સપ્ટેમ્બર થી 7 સપ્ટેમ્બર સુધી આસો નવરાત્રી ,અંબાજી મંદિર મા સવારે મંગળા આરતી 7:30 થી 8:00 વાગે સુધી , સવાર ના દર્શન 8:00 થી 11:30 સુધી ,રાજભોગ બપોરે 12 વાગે ,બપોર ના દર્શન 12:30 થી 4:15 સુધી ,સાંજે આરતી 6:30થી 7:00 વાગે સુધી ,રાત્રી ના દર્શન 7:00 થી 9:00 સુધી રહેશે.
આસો સુદ એકમ ના પ્રથમ નવરાત્રી ના દિવસે અંબાજી મંદિર મા ઘટ સ્થાપના 9 વાગે સવારે વાગે વિદ્વાન બ્રાહ્મણો અને ભટ્ટજી મહારાજના હસ્તે કરાશે, માતાજી ના વાઘ પાસે વર્ષો થી થાય છે ઘટ સ્થાપના.
અમિત પટેલ, અંબાજી