“સપનો કી ઉડાન” કાર્યક્રમ અંતર્ગત એજ્યુકેશન કીટનું વિતરણ

‘ટીમ સહાય‘ અને ‘એક ખ્વાહીશ ગ્રુપ‘ દ્વારા સપનો કી ઉડાન કાર્યક્રમ અંતર્ગત ૫૦ વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ અને સ્વાસ્થ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓનાં પ્રમુખશ્રીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.