અંબાજીમાં અમુલના નામે નકલી ઘીનો કાળોબાર…..!

અંબાજીમાં અમુલના નામે નકલી ઘીનો કાળોબાર…..!
Spread the love

ગુજરાતના લોકપ્રિય અને મોખરાના યાત્રાધામ  અંબાજી ની ગણના દેશના મોટા શક્તિપીઠ મા થાય છે ત્યારે આ ધામ મા કેટલાક મોટા માથા દ્વારા નકલી  લેબલ લગાવી આવો મસમોટો કાળો કારોબાર છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે આજે અંબાજી મંદિરમાં દમણ ના માઈ ભક્ત દ્વારા ઘી દાન પેટે 6300 રૂપિયા ની પાવતી લખાવી જે ઘી અંબાજી મંદિરમાં આવ્યું તે ઘી યે આ પોલ ખોલતા અંબાજી મંદિરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ ની ટીમ ચેકીંગ કરવા આવતા ફડફડાટ મચી જવા પામ્યો હતો.

આજે અંબાજી મંદિર ખાતે દમણ થી આવેલા માઈ ભક્ત દ્વારા અંબાજી મંદિર ની ટેમ્પલ ઇન્સ્પેકટર ની ઓફીસ માં આવી 6300 રૂપિયા ની પાવતી લખાવી ઘી માટે દાન આપ્યું હતું ત્યાર પછી અંબાજી મંદિર ના સાત નંબર ગેટ પાસે આવેલી દુકાન માથી અમુલ ડેરી નું 15 લીટર ઘી 6300 રૂપિયા ની કિંમત નું લાવવામાં આવ્યું હતું પ્રથમ દ્રષ્ટિએ આ ઘી ની સુગંધ વિચિત્ર પ્રકારની આવતા આ ઘી સામે શંકા જતા આ બાબતે પાલનપુર ની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ને જાણ કરાતા આ ટીમ અંબાજી મંદિર ખાતે આવી ઘી ના 4 સેમ્પલ લઈ સીલ કરી તપાસ માટે મોકલવાની કાર્યવાહી કરી હતી ત્યારબાદ આ વેપારી નું નિવેદન લેવામાં આવ્યું હતું અને પછી ગુજરાત ટ્રેડર્સ ની દુકાન માં જઈ તપાસ હાથ ધરવામાં આવી હતી , મળતી માહિતી પ્રમાણે અહી કેટલીક એકસપાયાર ડેટ ની વસ્તુ મળી આવી હતી.

1) પી આર સુથાર ,ફૂડ એન્ડ ડ્રગ  ઓફીસર , પાલનપુર

આજ રોજ અંબાજી મંદિર ખાતે એક માઈ ભક્ત દ્વારા અમુલ ઘી નો ડબ્બો ભેટ સ્વરૂપે આપેલ છે આ ડબ્બો શંકાસ્પદ લાગતા અમે તપાસ કરતા આ ડબ્બો મંદિર ના 7 નંબર ગેટ પાસે આવેલી ગણપતી ટ્રેડિંગ  ના દુકાન દારે આપેલ હતો અને અમે માલિક ને બોલાવી અમે તેનું સેમ્પલ લીધેલ  છે  અને નમૂનો લઇ ફૂડ એન્ડ ડ્રગ  વિભાગ વડોદરા ને મોકલી આપવામાં આવશે અને આ વેપારી પાસે થી કોના કોના નામ ખુલશે તેની ઉપર પગલાં લેવામાં આવશે , કાયદા ની જોગવાઈ મુજબ સબ સ્ટાન્ડર્સ આવશે તો કલમ  51 મુજબ કાર્યવાહી કરાશે અને 0 થી 5 લાખ સુધી નો દંડ થઇ શકે છે જો આમા  અનસેફ આવશે તો કોર્ટ કાર્યવાહી મુજબ કાર્યવાહી કરાશે  જો આરોગ્ય સાથે ચેડા  થયા હોય તેવું તત્વ આ ઘી માથી  મળી આવશે તો ચોક્કસ કાર્યવાહી કરવામા  આવશે.

2) રાકેશ પ્રજાપતી ,વેપારી

હું અંબાજી મંદીર  ના સાત નંબર ગેટ પાસે આવેલી ગણપતિ ટ્રેડિંગ ની દુકાન ચલાવુ  છુ  આજે જે ઘી શંકાસ્પદ પકડાયું છે તે ઘી મેં અંબાજી ના ગુજરાત ટ્રેડર્સ થી લાવી અંબાજી મંદિર ને આપ્યુ  હતુ  હું છેલ્લા 2-3 વર્ષ થી આ વેપારી ને ત્યાં થી ઘી લાવી વેચાણ કરું છુ  મને ક્યારેક ક્યારેક પાક્કું બિલ આપવામાં આવે છે પણ મોટાભાગે કાચું બિલ આપવામાં આવે છે અમે માંગીયે તો આપું તેમ કહે છે 6300 મા  આ ઘી મેં માઈ ભક્ત ને આપ્યુ હતુ વધુ મા  આ વેપારી એ 19 સપ્ટેમ્બર ના રોજ આ ઘી ગુજરાત ટ્રેડર્સ પાસે થી લીધું હતું.

3) લક્ષ્મણ ભાઈ હીરાભાઈ પટેલ ,ઘી આપનાર દાતા

આજે અંબાજી મંદિર ખાતે મે 6300 રૂપિયા ઘી માટે આપી મેં  પાવતી લીધી હતી આ  ઘી  મેં અંબાજી મંદિર ના ઘી માટે આપ્યુ હતુ અને હું દમણ થી અંબાજી આવી આ દાન આપેલ છે મને ત્યારબાદ આ ઘી શંકાસ્પદ લાગતા હુ આવનારા સમય મા તપાસ કરતા અધિકારી ને મદદરૂપ થઈસ

4) ભાદરવી મેળા દરમિયાન લાખો રૂપિયા નું નક્કી ઘી નો વેપાર થયો

અંબાજી માં કેટલાક મોટા માથા તરફથી નક્કી વસ્તુઓનો અને નક્કી ઘી નો કાળો કારોબાર ઘણા સમયથી ચાલી રહ્યો છે પણ આ બાબતે ભીનું સંકેલી કોઈ કાર્યવાહી થતી નથી આ 2019 ના ભાદરવી મેળા દરમિયાન પણ અંબાજી ના 2 મોટા માથા તરફથી પણ નક્કી ઘી વેચ્યું હોવાની વાતો બહાર આવી છે

Amit Patel

Amit Patel

Right Click Disabled!