રાજકોટમાં ૧૩મીએ પોલીસ હેડકવાર્ટરમાં દિવ્યાંગોનાં રાસોત્સવનું આયોજન

દિવ્યાંગોને પ્રેરણા આપવા અધિકારીઓ પદાધિકારીઓની હાજરી
રાજકોટ,
વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ તથા સુરક્ષા હેતુ સોસાયટી દ્વારા આગામી તા.૧૩-૧૦-૧૯ને રવિવાર રોજ શરદપૂર્ણિમાની રઢિયાળી રાતે પોલીસ હેડ કવાર્ટર ગ્રાઉન્ડ રાજકોટ ખાતે સાંજે 5-00 થી 10-00 દિવ્યાંગજનો માટે ભવ્ય રાસોત્સવનું આયોજનકરવામાં આવ્યું છે. જેમાં દરેક શ્રેણીમાં શ્રેષ્ઠ ખેલૈયાઓને ઇનામ પણ આપવામાં આવશે. કાર્યક્રમનું માર્ગદર્શન સંસ્થાના પ્રમુખ રાજુભાઇ કાકડિયા દ્વારા પુરૂ પાડવામાં આવ્યું છે.
કાર્યક્રમને સફળ બનાવવામાં દિનેશભાઇ વોરા, કિશોરભાઈ સોરઠિયા, પૂનમબેન કોર્ટ, દિલીપ નાગલા વગેરે એ જહેમત ઉઠાવીને પોતાનું યોગદાન પુરૂ પાડ્યું છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આયોજન દિવ્યાંગજન કરી રહ્યા છે જે આ રાસોત્સવની વિશેષતા છે. દિવ્યાંગજન માટે સ્થળ પર ભોજન વ્યવસ્થા રાખવામાં આવેલ છે. વધુ માહિતી તેમજ પાસ રજીસ્ટ્રેશન માટે રોનકભાઇ ચોવટિયા-મો. ૯૯૭૯૧ ૮૨૨૩૩ સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.