અંબાજી મંદિરમા આઠમના હવનની પુર્ણાહુતી : રાજવી પરીવારની ખાસ હાજરી


શક્તિ ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને ભારત દેશનું સૌથી મોટુ શક્તિપીઠ છે વિશ્વના 51 શક્તિપીઠ મા અંબાજી આધ્ય શક્તિ પીઠ તરીકે જગ વિખ્યાત છે હાલ મા અંબાજી ધામ મા નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે આજે આસો માસની આઠમ હોઈ આજે અંબાજી મંદિરમા મંગળા આરતી સવારે 6 વાગે થઇ હતી આજે મોટી સંખ્યામા ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
આજે નવરાત્રીની આઠમ હોઈ અંબાજી મંદિર ની હવનશાળામા મહાયજ્ઞ વર્ષો થી થાય છે આજે દાંતા સ્ટેટના રાજવી પરીવાર આ હવન મા આવી વિશેષ મહેમાન તરીકે બેઠા હતા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન થી આ મહા યજ્ઞની પુર્ણાહુતી કરવામાં આવી હતી. મોટી સંખ્યા મા ભક્તો ઘી અને નારિયળ લઇ આવ્યા હતા.
આજે અંબાજી મંદિર ની હવન શાળામા 11 વાગે દાંતા રાજવી પરીવારના સભ્યો અને હાલના રાજવી મહીપેન્દ્ર સિંહ પોતાના પરીવાર સાથે આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ આ મહા યજ્ઞ શરુ થયો હતો અંબાજી મંદિરના વિદ્વાન પંડિતો દ્વારા આ હવન વિધિ વિધાન થી શરુ થયો હતો અને આ હવન ની પુર્ણાહુતી આજે સાંજેકરવામા આવી હતી આ હવનની પુર્ણાહુતીમા મોટી સંખ્યામા લોકોઆવ્યા હતા અને હવન ના દર્શન કર્યા હતા.
પ્રાચીન કાળથી આ આઠમના હવનમા રાજવી પરીવાર ખાસ હાજરી આપે છે અને અંબાજી મંદિરમા નવરાત્રી પર્વમા રોજ આવી માતાજીની આરાધના કરે છે આજે પણ હવન ની પુર્ણાહુતી મા રાજવી પરીવાર આવ્યા હતા અને આરતી કરીને પરત ફર્યા હતા, મોટી સંખ્યામા માઈ ભક્તો રાજવી પરીવાર ના દર્શન કર્યા હતા આજે એક અહેવાલ મુજબ 10 હજાર કરતા વધુ નારિયળ અને 5000 કિલો કરતા વધુ ઘી આ હવન મા હોમાશે.
: રિદ્ધિરાજ સિંહ પરમાર , રાજા દાંતા સ્ટેટ :
તેમને જણાવ્યું હતું કે 850 વર્ષ પહેલા થી આ મંદિર ની પૂજા અર્ચના થાય છે આ મંદિર જસરાજ પરમાર રાજા એ નિર્માણ કર્યું હતું ત્યારથી દાંતા રાજવી પરીવાર આ આઠમ ના હવન મા આવે છે અને માતાજી ની આરાધના કરે છે આજે મને આ હવન મા સહભાગી થવાનો મોકો મળ્યો તે બદલ હું ગૌરવ અનુભવું છુ.
અમિત પટેલ, અંબાજી