શક્તિપીઠ અંબાજીમા મંદી અને મોંઘવારીની અસર, ફાફડા-જલેબીના વેચાણમા ભારે ઘટાડો

અમિત પટેલ, અંબાજી
ગુજરાત અને દેશ ના સૌથી મોટા શક્તિપીઠ અંબાજીમા હાલ તાજેતર માજ નવરાત્રી પર્વ પૂર્ણ થયો છે ,નવલા નોરતા ની પુર્ણાહુતી બાદ આજે આખા દેશ મા દશેરા પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મા પણ વિજ્યા દશમી પર્વ ને લઈને વહેલી સવાર થીજ ફાફડા અને જલેબી નું વેચાણ વિવિધ દુકાનોમા થયુ હતુ પણ આ 2019 ના દશેરા પર્વ મા આ વખતે તમામ દુકાનો વાળા ને મોંઘવારી અને મંદી નડી હતી અને વેચાણમા ભારે ઘટાડો જોવા મળ્યો હતો.
આજે અંબાજી ના બજારો મા આવેલી વિવિધ નાસ્તાઓની દુકાનો મા ફાફડા, જલેબી અને અન્ય ખાણી પીણી ની દુકાનો મા ભીડ ઓછી જોવા મળી હતી અને બહાર થી આવેલા માઈ ભક્તો પણ ગત વર્ષ કરતા ઓછા જોવા મળ્યા હતા આ વખતે બેસન અને બીજી વસ્તુઓના ભાવ આસમાને હોવાથી ફાફડા અને જલેબી ના ભાવ પણ ગત વર્ષ કરતા થોડા વધુ રહ્યા હતા, વિવિધ દુકાનોવાળાએ પણ ગત વર્ષ કરતા ઓછા નાસ્તા બનાવ્યા હતા આમ આ વખતે મોંઘવારી અને મંદી વેપારીઓને અને લોકોને નડી હતી.
દિલીપભાઈ જોષી , ફાફડા જલેબી ના વેપારી
તેમને જણાવ્યુ હતુ કે આ વખતે અમે 150 કિલો ફાફડા 100 કિલો જલેબી બનાવ્યા છે ગત વર્ષે અમે 350 કિલો ફાફડા અને 200 કિલો જલેબી બનાવી હતી પણ આ વખતે ઘરાકી ખુબ ઓછી છે અને અમને મંદી અને મોંઘવારી બેય નડી છે આ વખતે અમે ફાફડા અને જલેબી 300 રૂપિયા કિલો ના ભાવ થી વેચાણ કર્યા હતા અમે જલેબી શુદ્ધ ઘી માથી બનાવી હતી.