અમરેલીના શાસ્ત્રીનગર ખાતે મહર્ષિ વાલ્મિકિ જન્મ જયંતીની ભાવભેર ઉજવણી

અમરેલીના શાસ્ત્રીનગર ખાતે મહર્ષિ વાલ્મિકિ જન્મ જયંતીની ભાવભેર ઉજવણી
Spread the love

અમરેલી શહેરના શાસ્ત્રી નગર ખાતે રામાયણના રચયિતા મહર્ષિ વાલમીકી જન્મજ્યંતિ નિમિત્તે તેમનિ પ્રતીમાને ફુલહાર કરી ભાવભેર ઉજવણી કરવામાં આવેલ. આ તકે સમસ્ત વાલમીકી સમાજના પ્રમુખ અરવિંદભાઈ સિતાપરા  ખાસ ઉપસ્થિત રહ્યા હતાં તો અમરેલી ભાજપના મહામંત્રી કૌશિકભાઈ વેકરિયા, વોર્ડના સભ્ય હરપાલભાઈ સહિત અનેક કાર્યકર નિ હાજરી રહી હતી. મોરબીના (નોટરીઍડ) કુમારી વેજ્યંતિબેન વાઘેલાનું મોમેન્ટ અને પુષ્પ ગુચ્છ આપી સન્માનિત કરવામાં આવેલ તો રાજકોટના સામાજીક કાર્યકર જ્યોતિબેન જાલાનું પણ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ. ત્યારબાદ પુષ્પાબેન કાન્તિભાઈ વાઘેલા દ્રારા મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ સઘળા કાર્યક્રમ નો શ્રેય શાસ્ત્રી નગર ના પ્રમુખ જગદીશભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ તેમજ સૌરાષ્ટ્ર ક્રાંતિ ન્યૂઝ પેપરના બ્યુરો ચીફ સુરેશભાઈ વાઘેલા, ખજાનચિ રાજૂભાઈ, મંત્રી દીનેશભાઈ, સહમંત્રી મહેન્દ્રભાઈ તેમજ વિકી વાઘેલા, પિન્ટુવાઘેલા, ઓમ વાઘેલાના શિરે રહ્યો હતો.

રિપોર્ટીંગ : જય આગ્રાવત, અમરેલી

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!