સુરેન્દ્રનગર ખાતે કેદી સહાય યોજના અન્વયે ૧૫ લાભાર્થીઓને રૂપિયા ૩.૭૫ લાખની સહાય અપાઇ

સુરેન્દ્રનગર,
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સમાજસુરક્ષા કચેરી સુરેન્દ્રનગર દ્વારા કેદી સહાય યોજના અન્વયે કલેકટરશ્રી કે. રાજેશની ઉપસ્થિતિમાંજિલ્લા સમાજ સુરક્ષા કચેરી સુરેન્દ્રનગર ખાતેજિલ્લાના ૧૫ લાભાર્થીઓને ૩.૭૫ લાખની સહાય આપવામાં આવી હતી.
આ યોજના અંતર્ગત ગુનેગાર ૫વર્ષથી વધુની સજા ભોગવતા હોય તેવા કેદીઓના પરિવારને જીવન નિર્વાહ માટે દુધાળા પશુ, સિલાઈ મશીન, હાથલારી વગેરે જેવા રોજગારલક્ષી સાધન ખરીદવા માટે રૂપિયા ૨૫૦૦૦/-ની આર્થિક સહાય આપવામાં આવે છે.કુટુંબના મુખ્ય કમાનાર વ્યક્તિ જેલમાં હોવાથી તેના કુટુંબની આર્થિક સ્થિતિ પર અસર થતી હોય છે તેમાં આ યોજના મદદરૂપ બને છે.
આ સહાય વિતરણ સમયે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી જિતેન્દ્ર મકવાણા,જયપાલ ચૌહાણ, અને અજય મોટકા ઉપસ્થિત રહયા હતા. આ યોજનાની વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, બ્લોક- એ, બહુમાળી ભવન, સુરેન્દ્રનગરનો સંપર્ક કરવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.