જામજોધપુરઃ વીસીઈ મંડળ દ્વારા વિવિધ પ્રશ્નો અંગે આવેદનપત્ર

જામજોધપુરઃ વીસીઈ મંડળ દ્વારા વિવિધ પ્રશ્નો અંગે આવેદનપત્ર
જામજોધપુરના વીસીઈ મંડળ દ્વારા તેમના વિવિધ પ્રશ્નો અંગે આવેદનપત્ર સુપરત કરી ઉકેલ લાવવા માંગણી કરવામાં આવી છે.
ગુજરાત સરકારના પરિપત્રમાં હંગામી કર્મચારીઓને કાયમી કરવાનો ઉલ્લેખ છે. પણ તેમાં વી.સી. (ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર) ના હંગામી કર્મચારીઓને કાયમી કરવા માટે ઉલ્લેખ નથી. તો આ પરિપત્રમાં વી.સી. કર્મચારીઓનો પણ સમાવેશ કરવા તેમજ તેમને કાયમીનો હુકમ કરવા માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામ પંચાયતમાં વર્ગ-૩ અને વર્ગ-૪ નું નવું મહેકમ મંજૂર કરવા રજૂઆત કરવામાં આવી છે.
આ કર્મચારીઓ છેલ્લા ૧ર વર્ષથી વી.સી.આઈ. તરીકે કામગીરી કરી રહ્યાં છે. સરકારની યોજનાઓના સર્વાંગી અમલ માટે તેમણે ફરજ બજાવી રહ્યાં છે. આ તમામ બાબતોને ધ્યાનમં લઈને વર્ગ-૩ ના મહેકમમાં નિમણૂંક કરવા તાલુકા મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.
તસવીર વિજય બગડા જામજોધપુર