કેશોદમાં 15 લાખની સોનાની લક્કી પરત કરી પ્રમાણિકતા દર્શાવતા બાલાભાઈ કારિયા

કેશોદમાં 15 લાખની સોનાની લક્કી પરત કરી પ્રમાણિકતા દર્શાવતા બાલાભાઈ કારિયા
Spread the love

જૂનાગઢ કેશોદમાં એ.જે.જવેલર્સ ના મલિક શ્રી અશોકભાઈ જમનાદાસ સમતા થી સવારે શ્રી નિલકંઠ મહાદેવના દર્શન કરવા જતાં પોતાની સોનાની  લક્કી જે 30 થી 40 તોલાની સોનાની લક્કી જેમની અંદાજીત કિંમત રું.12 થી 15 લાખ રૂપિયા હતી જે અશોકભાઈ થી પોતાના હાથ પરથી પડી ગઈ હતી. ત્યારબાદ શ્રી જલારામ મંદિર ની બાજુમાં રહેતા શ્રી બાલકૃષ્ણદાસ ત્રિભુવનદાસ કારિયા નામના વ્યક્તિની જે જલારામ મંદિર ની બાજુમાં પોતાની ક્રિષ્ના પ્રોવિજન નામની દુકાન ધરાવે છે જેમને પોતાની દુકાનના આગળના ભાગમાં થી સોનાની લક્કી મળેલ ત્યારબાદ તે લક્કી એ.જે.જવેર્લ્સ વાળા શ્રી અશોકભાઈ જમનાદાસ સમતા ની હોય તેવી જાણ થતાં બાલકૃષ્ણ ભાઈ કારિયા એ સોનાની લક્કી અશોકભાઈ ને પરત કરી પોતાની પ્રમાણિકતા દર્શાવી હતી. તથા લક્કી પરત કરતા અશોકભાઈ બલકૃષ્ણદાસ ની દીકરી માટે તરતજ સોનાની બુટી લઈને ગિફ્ટ આપવા માટે ગયેલા પરંતુ બલકૃષ્ણભાઈ એ કોઈ પણ પ્રકારની ગિફ્ટ લેવાનો ઈન્કાર કર્યો તથા મારા આ સત કર્મ નું ફળ મને ઈશ્વર જ આપશે તેમ કહી કોઈ પણ ભેટ કે પૈસા લેવાનો સાફ ઈન્કાર કરી દીધો હતી .

રિપોર્ટ : મયુરી મકવાણા (જૂનાગઢ)

Admin

Admin

9909969099
Right Click Disabled!