અંબાજીમા પાયલટ બાબાની શોભાયાત્રા નીકળી , વિદેશી ભક્તો જોડાયા

અંબાજીમા પાયલટ બાબાની  શોભાયાત્રા નીકળી , વિદેશી ભક્તો જોડાયા
Spread the love

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત ધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન બોર્ડર ઉપર આવેલું છે આ ધામમાં દેશભરમાથી માતાજીના ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ ધામમા હાલમા ભારતના મોટા એવા પાયલટ બાબા પોતાના વિદેશી ભક્તો સાથે આવ્યા છે અને 7 નવેમ્બર થી 17 નવેમ્બર સુધી અંબાજી ખાતે 108 કુંડી દસ મહા વિદ્યા નો હવન સતત 10 દિવસ સુધી ચાલવાનો છે ત્યારે આજે હવન પૂર્વે પાયલટ બાબા સવારે અંબાજી મંદિર ખાતે દર્શન કરવા આવ્યા હતા અને ત્યારબાદ તેમની હાજરી મા તેમના ભક્તગણ દ્વારા આ શોભાયાત્રા અંબાજી નગર મા ઘુમી હતી 

આજે સવારે શક્તિદ્વાર થી પાયલટ બાબા ના ભક્તો દ્વારા શોભાયાત્રા નીકળી હતી આ પૂર્વે અંબાજી મંદિરના મહારાજ કશ્યપ ભાઈ દ્વારા માતાજીની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ બેન્ડ બાજા, ડીજે, ઘોડા, બગી સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા મા વિદેશી ભક્તો પણ જોડાયા હતા અને માથે માટલી મૂકી ગરબે રમ્યા હતા અંબાજીના બજારોમા શોભાયાત્રા ઘૂમી હતી સાથે વિદેશી ભક્તો પણ માથે ગરબો મૂકીને માતાજી ના ગરબા રમતા જોવા મળ્યા હતા.

અંબાજીના ઇતિહાસમા આ પ્રથમ પ્રસંગ હતો જેમા આટલી મોટી સંખ્યા મા વિદેશી ભક્તો માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા આ શોભાયાત્રા શક્તિદ્વારથી જૂની કોલેજ સુધી અંબાજીમા નીકળી ત્યારે મોટી સંખ્યા ભક્તો જોડાયા હતા અને આવતીકાલથી અહીં રોજે રોજ એક દેવીના નામનો હવન થશે આમ દસ દિવસ સુધી રોજ અલગ અલગ દેવીના નામનો હવન થશે. આ હવનમા 108 કુંડી દસ મહા વિદ્યાનો હવન વિશ્વ કલ્યાણ અર્થે પ્રથમ વાર અંબાજી ધામમા થઇ રહ્યો છે ત્યારે મોટી સંખ્યામા વિદેશી ભક્તો સહીત મહા મંડલેશ્વર સંતો સહીત મહાનુભાવો આ હવનમા હાજરી આપશે.

અમિત પટેલ (અંબાજી)

Amit Patel

Amit Patel

Right Click Disabled!