જીતુ વાઘાણીએ કોંગ્રેસને ‘કાળા કીડા’ કહેતા રાજકારણ ગરમાયું

ઝંખવાવ,
ઝંખવાવમાં આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આપેલાં એક નિવેદનને કારણે રાજકારણ ગરમાયુ છે. અને આ મુદ્દે આગામી સમયમાં વિવાદ છેડાઈ શકે તેવી સંભાવના છે. ઝંખવાવ સ્નેહમિલન કાર્યક્રમમાં સભાને સંબોધન કરતાં જીતુ વાઘાણીએ કોંગ્રેસને કાળો કીડો કહી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષની આ ટિપ્પણીથી વિવાદ ઉભો થઈ શકે છે.
આ ઉપરાંત ઝંખવાવ સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષે પાર્ટીમાં નવા લોકોને લઈને પણ વાત કહી હતી. જીતુ વાઘાણીએ કÌšં કે, પક્ષમાં જાડાતાં નવા સભ્યો માટે પૂર્વગ્રહ ન રાખવો. પાર્ટીમાં નવા સભ્યો જાડાશે તો તમારું પદ અને ટિકિટ નહીં જાય. તમારી ટિકિટ અને પદ જશે એવું મનમાંથી કાઢી નાખજા. આમ વાઘાણીએ ભાજપનાં જૂનાં સભ્યોને નવા સભ્યોને આવકારવા માટે કÌšં હતું.
આ ઉપરાંત જીતુ વાઘાણીએ ખેડૂતો અંગે ટિપ્પણી કરતાં કÌšં કે, ખેડૂતોનાં નુકસાનનો સર્વે થઈ રહ્યો છે. કુદરતી આફતમાં સરકાર ખેડૂતોની સાથે છે. ભૂતકાળમાં કોંગ્રેસે ક્્યારેય પણ કર્યું નહીં હોય તેવું કરીશું. ગુજરાતમાં ખેડૂતો, પશુપાલકોની Âસ્થતિ સારી છે. ખેડૂતોનાં નુકસાન અંગે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હોવાનું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.