મેડિકલ ઓફિસરની ૨૦ વર્ષની એકની એક દીકરીનું ડેન્ગ્યુથી મોત

આટકોટ,
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફીસર અને જસદણના તાલુકા હેલ્થ ઓફીસર સુનીલ કુમાર ચૌધરીની પુત્રી દીકરી સમીક્ષા (ઉ. ૨૦) નું કાલે ડેન્ગ્યુના કારણે મોત થતા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. ડોક્ટર સુનિલકુમાર ચૌધરીને એકની એક પુત્રી હતી હતી. સારવાર દરમિયાન અવસાન થયું હતું. જુવાનજાધ પુત્રીએ વિદાય લેતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. સમીક્ષા બે દિવસથી સારવારમાં હતી. ગઈકાલે તેમણે હોÂસ્પટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
સમીક્ષા જીનેસીસ હોÂસ્પટલમાં સારવારમાં હતી. બે દિવસથી તાવની અસર હતી. આથી તાત્કાલિક સારવાર માટે હોÂસ્પટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેમનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને સારવાર ચાલુ કરી હતી. પરંતુ સમીક્ષાનું માત્ર બે દિવસની સારવાર દરમિયાન મોત થયું હતું. હાલ ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા સમયથી ડેન્ગ્યુ દેખા દીધા છે. પરંતુ મોટાભાગના કેસો પ્રાઇવેટ હોÂસ્પટલમાં જતા હોય છે. સરકારીમાં ચોક્કસ આંકડો બહાર આવતો નથી, સરકાર તરફથી પ્રાણીજન્ય રોગો માટે અને મચ્છરોનો રોગો માટે અને મચ્છરોનો ઉપદ્રવી અને અંકુશ રાખવા માટે લાગતા વળગતા તંત્રને સુચના આપી દીધી છે.